પોલીસે સીસીટીવીના બાઇક ચાલકોને સ્ટંટ કરતા જોયા જે તુરંત જ ફિલ્ડમાં સૂચના આપી દેતા ગણતરીની મિનિટોમાં જ સ્ટંટમેનો પકડાઈ ગયા મોરબી : મોરબી પોલીસે તેની તીસરી આંખની કમાલ બતાવી છે. શહેરમાં મોડી રાત્રે સ્ટંટ કરતા બાઇકચાલકોને સીસીટીવીના આધારે જોઈને પોલીસે તુરંત ફિલ્ડમાં સૂચના જારી કરી દેતા આ સ્ટંટમેનો તુરંત પોલીસના હાથે દબોચાઈ ગયા હતા. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી 24×7 કલાક કેમેરા મારફત સઘન મોનીટરીંગ કરવામાં આવે છે. જે દરમિયાન ગઈકાલે રાત્રે 11:59 કલાકે ફરજ પરના કર્મચારીને સીસીટીવીના ધ્યાને આવેલ કે કબ્રસ્તાન ચોકમાં બે બાઇક ચાલકો પોતાના બાઇક વડે જોખમી સ્ટંટ કરી લોકોની જિંદગી જોખમમાં મૂકી રહ્યા છે. ફરજ પરના કર્મચારીએ તુરંત જ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. અને કંટ્રોલ રૂમે તુરંત એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. ઉં ડિવિઝન પોલીસે ઘટના સ્થળે જઇને જીજે 36 એએ 3551 નંબરના બાઈકના સગીર વયના ચાલક તથા જીજે 36એએ 4976 નંબરના બાઈકના ચાલક ઇકબાલ તૈયબભાઈ મોવર ઉ.વ. 30 રહે. મદીના સોસાયટી, મોરબીવાળાને પકડી પાડી તેઓના બાઇક ડિટેઇન કર્યા હતા. આ કામગીરીમાં મોરબી કોમ્પ્યુટર સેલના પીએસઆઇ પી.ડી. પટેલ, પીએસઆઈ આર.પી. જાડેજા, એએસઆઈ એ.બી. દેત્રોજા, હેડ કોન્સ. લક્ષ્મીબેન ધરજિયા અને કોન્સ. જનકસિંહ ઝાલા રોકાયેલ હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..