મોરબી : યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને, રેલ્વે વહીવટીતંત્રે આગામી 6 મહિના માટે ટ્રેન નં. 19210/19209 ઓખા-ભાવનગર એક્સપ્રેસમાં હંગામી ધોરણે એક થર્ડ એસી કોચ સુવિધા પૂરી પાડવાનો નિર્ણય લીધો છે. જેમાં ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસમાં 03-06-2025 થી 03-12-2025 સુધી એક થર્ડ એસી કોચ ઉમેરવામાં આવશે. જ્યારે ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસમાં 02-06-2025 થી 02-12-2025 સુધી ટ્રેન એક થર્ડ એસી કોચ ઉમેરવામાં આવશે.