મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલ પ્રશાસન દ્વારા ઓખા–ભાવનગર અને ભાવનગર-ઓખા એક્સપ્રેસ ટ્રેનોમાં કામચલાઉ ધોરણે એક થર્ડ એસી (તૃતીય વાતાનુકૂલિત) કોચની સુવિધા છ મહિના માટે પૂરી પાડવામાં આવી હતી. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ વાતાનુકૂલિત કોચની સુવિધાને નીચે મુજબ લંબાવવામાં આવી છે. 1) ટ્રેન સંખ્યા 19210 ઓખા–ભાવનગર એક્સપ્રેસઆ ટ્રેનમાં એક વધારાનો થર્ડ એસી કોચ, જેને અગાઉ 03 ડિસેમ્બર 2025 સુધી લગાવવા માટે મંજૂરી આપવામાં આવી હતી, હવે તેની અવધિ વધારીને 31 જાન્યુઆરી 2026 સુધીની કરવામાં આવી છે.2) ટ્રેન સંખ્યા 19209 ભાવનગર–ઓખા એક્સપ્રેસઆ ટ્રેનમાં એક વધારાનો થર્ડ એસી કોચ, જેને અગાઉ 02 ડિસેમ્બર 2025 સુધી લગાવવા માટે મંજૂરી આપવામાં આવી હતી, હવે તેની અવધિ વધારીને 30 જાન્યુઆરી 2026 સુધીની કરવામાં આવી છે.આ સુવિધાના વિસ્તરણથી મુસાફરોને વધુ આરામદાયક મુસાફરીનો લાભ મળશે. આ ઉપરાંત ટ્રેનના સ્ટોપેજ, સંરચના અને સમયપત્રક સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો ભારતીય રેલવેની વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જઈને માહિતી મેળવી શકે છે.