બાળકોમાં જોવા મળતો Nocturnal Enuresis રોગ શું છે? તેની સારવાર કઈ રીતે થાય? મોરબી : મોરબીમાં શનાળા રોડ પર આવેલ અર્પણ બાળકોની હોસ્પિટલના ડો. જયદીપ પટેલ દ્વારા બાળકોમાં જોવા મળતા Nocturnal Enuresis રોગ એટલે કે રાત્રીના સમયે બાળકો પથારી શા માટે બગડે છે, આ અંગે સંપૂર્ણ માહિતી આપવા માટે લેખ રજૂ કરવામાં આવ્યો છે. જે આવી સમસ્યાથી પીડાતા માતા-પિતાએ જાણવા જેવો છે. Nocturnal Enuresis એટલે શું? રાત્રે પથારી ભીની કરવી, મોટાભાગના બાળકો ચાર વર્ષે દિવસમાં અને છ વર્ષની ઉંમરે રાત્રે મૂત્રાશય પર કાબૂ મેળવે છે અને પથારી ભીની કરતા હોતા નથી. પરંતુ જો કોઈ બાળક આ ઉંમરનો હોય અને અઠવાડિયામાં બે વખત સતત 3 મહિના સુધી પથારીમાં પેશાબ કરતું હોય અથવા તો એક વખત મૂત્રાશય પર કાબૂ મેળવ્યા પછી ત્રણ મહિનાથી કે તેથી વધારે સમય રાત્રે પથારીમાં પેશાબ કરતું હોય તો તેને nocturnal enuresis કહેવામાં આવે છે. સમાજની અંદર પાંચ વર્ષથી મોટી ઉંમરના બાળકોમાં આ સમસ્યા ૭ ટકા છોકરાઓ ને ત્રણ ટકા છોકરીઓમાં જોવા મળે છે. અને દસ વર્ષની ઉંમરના બાળકોમાં તે ઘટીને ત્રણ ટકા છોકરાઓ અને બે ટકા છોકરીઓમાં જોવા મળે છે. આ સમસ્યાને મુખ્યત્વે બે તબક્કામાં વહેંચવામાં આવે છે. પ્રાઈમરી અને સેકન્ડરી પ્રાઈમરી : બાળકે ક્યારેય પણ રાત્રિના સમયમાં પેશાબ પર કંટ્રોલ મેળવો તો નથી. સેકન્ડરી: જેમાં બાળકે છ મહિના કે તેથી વધારે સમય માટે કંટ્રોલ મેળવ્યા પછી કંટ્રોલ ગુમાવી હોય. ૯૦ થી ૯૫ ટકા બાળકોમાં પ્રાઈમરી Nocturnal Enuresis જોવા મળે છે. હવે જાણીએ કે આવું શા માટે થતું હોય છે? મોટા ભાગના બાળકોમાં કોઈ એવું એક ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પરંતુ અમુક જિનેટિકલ ફિઝીયોલોજીકલ અને સાયકોલોજીકલ કારણો જવાબદાર છે જેવા કે... જીનેટિકલ: જો માતા-પિતા માંથી કોઈ એક તેના બાળપણમાં રાત્રે પથારી ભીની કરતા હોય તેવા બાળકોમાં ૪૦ ટકા અને બંને પથારી ભીની કરતા હોય તેવો માતા-પિતાના બાળકો માં 70% જોખમ વધારે હોય છે. ફિઝિયોલોજીકલ: નોર્મલી આપણા શરીરમાં રાત્રે પેશાબ નું ઉત્પાદન ઓછો કરતો અંતઃસ્ત્રાવ આર્જીનીન વેઝોપ્રેસીન (ADH) હોર્મોન હોય છે જે બાળકોમાં ADH નું ઉત્પાદન ઓછું થતું હોય તેવા બાળકોમાં આ સમસ્યા વધારે જોવા મળે છે. ઉપરાંત, બહુ ઓછા બાળકોમાં જોવા મળતા કારણો જેવા કે સ્ટ્રેસ ,પેશાબમાં રસી થવી, કબજિયાત ,ડાયાબિટીસ, કરોડરજ્જુ ની ખમીજેવી કે સ્પાઈના બૈફિડા (spina bifida) જેવા પરિબળો ચકાસવા જરૂરી છે. શા માટે આ બીમારીની સારવાર કરવી જરૂરી છે? આ બીમારીથી બાળકમાં હતાશા વિશ્વાસનો અભાવ અને બાળકને ઘરની બહાર સુવા જવા માટે પ્રતિબંધ જેવી સામાજિક સમસ્યાઓનો ઉદ્ભવ થાય છે. તો હવે જાણીએ કે આ બીમારીની સારવાર કઈ રીતે કરવી? ૧: પ્રથમ ધીરજ રાખો અને સમજો કે આ સમસ્યા તેના કાબૂની બહાર છે ૨ : બીજું બાળક જ્યારે પથારીમાં પેશાબ કરે ત્યારે હકારાત્મક અભિગમ કેળવવો બાળક પર વધારે ગુસ્સે ન થવું. ૩: શહાનુંભૂતિ કેળવો કોઈ શિક્ષા કે પનિશમેન્ટ નાં આપો. ૪: સાંજ કે રાત્રિના સમયમાં પાણી ઠંડા પીણા ચા કોફી- કોલા ન આપો. ૫: મોટીવેશનલ થેરાપી : બાળક જ્યારે પથારી ભીની ન કરે ત્યારે બાળકને ગિફ્ટ આપો તેના વખાણ કરો. ૬: રાત્રે પેશાબ કરીને બાળકને સુવડાવવું અને યોગ્ય ચોક્કસ સમયે રાત્રે ઊઠાડીને પેશાબ કરાવવું. મૂત્રાશયને કેળવવું. આ એક કાર્યક્રમ છે જેમાં બાળકની પેશાબ કરવા જવાના સમયમાં ધીરે ધીરે વધારો કરવો. ૭: એક મહિનાનો ચાર્ટ બનાવવો અને જ્યારે બાળક પથારી ભીની ન કરે ત્યારે તેને સ્ટાર આપો અને પ્રોત્સાહિત કરો. ૮: એલાર્મ થેરાપી: આ થેરાપીમાં જ્યારે બાળક પથારી ભીની કરે ત્યારે એલારામ વાગે છે અને બાળક ને નીંદર ઉડી જાય છે. પરંતુ આવું સાધન વસાવવા ની જરૂર નથી, યોગ્ય પેશાબ કરવાના સમયે એલારામ મૂકી બાળકને જાતે ઉઠાડીને પેશાબ કરાવી શકો છો. ૯: દવાઓ: આ બીમારીની દવાઓ સો ટકા અસરકારક નથી. દવાઓ આપવાથી શરૂઆતમાં ફાયદો મળે છે પરંતુ દવા બંધ કરવાથી આ સમસ્યા ત્યાં ને ત્યાં જ ઉભી રહે છે. ૧૦: બાળકોમાં એડીનોડ નો પ્રોબ્લેમ હોય અને રાત્રે વધારે નસકોરા બોલાવતા હોય તેવા બાળકોમાં એડિનોડ દૂર કરવાથી ફાયદો જોવા મળે છે વૈજ્ઞાનિક સંશોધન છે. (સંપર્ક નંબર : 02822-355266, 02822-226700)