ઉનાળામાં હીટવેવના લક્ષણો અને અતિશય ગરમી સામે રક્ષણ મેળવવાના ઉપાયો જાણો..મોરબી : ઉનાળામાં અસહ્ય ગરમી (હીટ વેવ)ને કારણે આરોગ્ય પર થતી વિપરીત અસરોથી બચવું જરૂરી છે. કોઈપણ વ્યક્તિ ગરમીના તાણ અને ગરમી સંબંધિત બીમારીથી પીડાઈ શકે છે. પરંતુ શિશુઓ અને નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, બહાર કામ કરતા લોકો, માનસિક અને શારીરિક રીતે બીમાર ખાસ કરીને હૃદય રોગ અથવા હાઈ બ્લડપ્રેશર ધરાવતા વ્યક્તિઓ માટે હીટ વેવ વધુ જોખમકારક છે. તેમજ ઠંડા વાતાવરણમાંથી ગરમ વાતાવરણમાં આવતા વ્યક્તિઓ હીટવેવ દરમિયાન મુલાકાત લેતા હોય, તો તેમના શરીરને ગરમીને અનુરૂપ થવા માટે એક અઠવાડિયાનો સમય આપવો જોઈએ અને પુષ્કળ પાણી પીવું જોઈએ. ગરમ વાતાવરણમાં એક્સપોઝર / શારીરિક પ્રવૃત્તિમાં ક્રમશ: વધારો કરીને અનુકૂલન પ્રાપ્ત થાય છે.હીટવેવના લક્ષણો૧. માથું દુઃખવું, પગની પેડીઓમાં દુઃખાવો થવો૨. શરીરનું તાપમાન વધી જવું.૩. ખૂબ તરસ લાગવી.૪. શરીરમાં પાણી ઓછું થઈ જવું.૫. ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા.૬. બેભાન થઈ જવું.૭. સુધબુધ ગુમાવી દેવી૮. અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી.હીટવેવના લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના ડોકટર, મ્યુનિસિપલ હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટરનો સંપર્ક કરવો જોઈએ. તેમજ તાત્કાલિક તબીબી સહાય માટે ૧૦૮ સેવાનો સંપર્ક કરી શકાશે. જો શરીરનું તાપમાન ઉચ્ચ થઇ ગયું હોય અથવા બેભાન, મૂંઝવણ અથવા પરસેવો બંધ થઈ ગયેલો હોય, તેવી વ્યક્તિ મળે તો ૧૦૮ એએમ્બ્યુલન્સ સેવાનો સંપર્ક કરવો જોઈએ. એમ્બ્યુલન્સની મદદ મળે ત્યાં સુધી વ્યક્તિને તરત જ ઠંડુ કરવા માટે શક્ય હોય તો દર્દીને ઠંડી જગ્યાએ ખસેડો, ત્વચા અથવા કપડા પર ઠંડુ પાણી રેડવું જોઈએ અને વ્યક્તિને શક્ય તેટલો પવન નાખવો જોઈએ.હીટવેવથી બચવા માટે આરોગ્ય સલાહહાઇડ્રેટેડ રહો :૧. જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીઓ, પછી ભલે તમને તરસ ન હોય. તરસ એ નિર્જલીકરણ (ડીલયડ્રેશન)નું સારું સૂચક નથી.૨. મુસાફરી કરતી વખતે પીવાનું પાણી સાથે રાખવું જોઈએ.૩. ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન (O.R.S.) અને લીંબુ પાણી, છાશ /લસ્સી જેવા ઘરે બનાવેલા પીણાઓનું સેવન કરવું જોઈએ.૪. જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય જેમ કે તરબૂચ, ટેટી, નારંગી, દ્રાક્ષ, અનાનસ, કાકડી, લેટીસ અથવા અન્ય સ્થાનિક રીતે ઉપલબ્ધ ફળો અને શાકભાજી ખાવા જોઈએ. શરીરને ઢાંકેલું રાખો૧. મહત્તમ શરીર ઢંકાય તેવા પાતાળા, ઢીલા, વજનમાં હલકાં, સુતરાઉ વસ્ત્રો ખાસ કરીને હળવા રંગના કપડાં પહેરવા જોઈએ.૨. માથું ઢાંકેલું રાખવું જોઈએ. સૂર્ય પ્રકાશના સીધા સંપર્ક દરમિયાન છત્રી, ટોપી, ટુવાલનો ઉપયોગ કરવો જોઈએ.૩. તડકામાં બહાર જતી વખતે પગમાં ચંપલ અથવા બુટ પહેરવા જોઈએ.સતર્ક રહો :૧. રેડિયો સાંભળો, ટીવી જુઓ, સ્થાનિક હવામાન સમાચાર માટે અખબાર વાંચો. હવામાનની નવીનતમ અપડેટ ભારતીય હવામાન વિભાગ (I.M.D.)ની વેબસાઇટ https://mausam.imd.gov.in પરથી મેળવી શકાશે. બને તેટલું ઘરની અંદર રહો :૧. હવાની અવરજવરવાળી સારી વેન્ટિલેટેડ અને ઠંડી જગ્યાએ રહેવું જોઈએ.૨. સીધો સૂર્ય પ્રકાશ અને ગરમીના તરંગોને અવરોધિત કરવા જોઈએ. દિવસ દરમિયાન બારીઓ અને પડદા બંધ રાખવા જોઈએ. ખાસ કરીને ઘરની સૂર્ય તરફની બાજુ, ઠંડી હવા આવવા દેવા માટે રાત્રે બારી ખુલ્લી રાખવી જોઈએ.૩. જો બહાર જવાનું હોય.તો આઉટડોર એક્ટિવિટીને દિવસના ઠંડા સમય એટલે કે સવાર અને સાંજ સુધી મર્યાદિત રાખવી જોઈએ.૪. દિવસના ઠંડા ભાગો દરમિયાન આઉટડોર પ્રવૃત્તિને ફરીથી શેડ્યૂલ કરવી જોઈએ. અન્ય સાવચેતીઓ૧. એકલા રહેતા વૃદ્ધ અથવા બીમાર લોકોની દેખરેખ રાખવી જોઈએ અને તેમના સ્વાસ્થ્યનું દૈનિક ધોરણે નિરીક્ષણ કરવું જોઈએ.૨. ઘરને ઠંડુ રાખવું જોઈએ, પડદા, શટર અથવા સન શેડનો ઉપયોગ કરીને રાત્રે બારીઓ ખુલ્લી રાખવી જોઈએ.૩. દિવસ દરમિયાન નીચેના માળ પર રહેવાનો પ્રયાસ કરવો જોઈએ.૪. શરીરને ઠંડુ કરવા માટે પંખા, ભીના કપડાનો ઉપયોગ કરવો જોઈએ.આટલું ના કરો :૧. તડકામાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને બપોરે ૧૨ કલાકથી બપોરે ૩ કલાકની વચ્ચે સખત પ્રવૃત્તિઓ ટાળવી જોઈએ. ખુલ્લા પગે બહાર ન જવું જોઈએ.૨. ઉનાળાના પીક અવર (સૌથી ગરમ સમય દરમિયાન રસોઈ કરવાનું ટાળો) રસોઈ વિસ્તારમાં હવાની પર્યાપ્ત રીતે અવરજવર થાય તે માટે દરવાજા અને બારીઓ ખુલ્લાં રાખવા જોઈએ.૩. આલ્કોહોલ, ચા, કોફી અને કાબોનેટેડ સોફ્ટ ડ્રિક્સ અથવા મોટી માત્રામાં ખાંડવાળા પીણાં ટાળવા જોઈએ. આવા તત્વો શરીરમાં વધુ પ્રવાહીની ખોટ તરફ દોરી જાય છે અથવા પેટમાં ખેંચાણ થઈ શકે છે૪. ઉચ્ચ પ્રોટીન ખોરાક અને વાસી ખોરાક ન ખાવો જોઈએ.૫. પાર્ક કરેલા વાહનમાં બાળકો અથવા પાલનું પાણીઓને છોડશો નહીં. વાહનની અંદરનું તાપમાન જોખમી બની શકે છે.- રોજગાર દાતા અને કામદારો માટે :૧. કામના સ્થળે ઠંડુ પીવાનું પાણી આપી અને હાઇડ્રેટેડ રહેવા માટે દર ૨૦ મિનિટે અથવા વધુ વખત એક કપ પાણી પીવું જોઈએ.૨. સીધો સૂર્યપ્રકાશ ટાળવો જોઈએ.૩. કામદારો માટે શેડ વર્ક એરિયા પ્રદાન કરીને કામના સ્થળે કામચલાઉ આશ્રય બનાવી શકાય છે.૪. દિવસના ઠંડા સમય એટલે કે સવાર અને સાંજના કલાકો માટે સખત અને આઉટડોર જોબ્સ શેડ્યૂલ કરવું જોઈએ. આઉટડોર પ્રવૃત્તિઓ માટે આરામના સમયમાં વધારો કરવો જોઈએ અને એક કલાક મજૂરી કામ પછી ઓછામાં ઓછા દર પાંચ મિનિટ આરામ કરવો જોઈએ.૫. વધારાના કામદારોને કામ સોંપવું જોઈએ અથવા કામની ગતિ ધીમી કરવી જોઈએ.૬. કામના પ્રથમ પાંચ દિવસ માટે એક દિવસમાં ત્રણ કલાકથી વધુ કામ કરવું જોઈએ નહીં. ધીમે ધીમે પ્રવૃત્તિમાં અને કામના સમયમાં વધારો કરવો જોઈએ.૭. કામદારોને ગરમી સંબંધિત બીમારી થવાનું જોખમ વધારી શકતા હોય એવા પરિબળ ઓળખવા માટે તાલીમ આપવી જોઈએ અને ગરમીના તાણના ચિન્હો અને લક્ષણો વિષે માહિતી આપવી જોઈએ.૮. પ્રશિક્ષિત ફર્સ્ટ એડ પ્રદાતાઓ ઉપલબ્ધ હોવા જોઈએ અને ગરમી સંબંધિત બીમારીની ઘટના માટે ઇમરજન્સી રિસ્પોન્સ હોવો જોઈએ.૯. સગર્ભા કામદારો અને તબીબી સ્થિતિ ધરાવતા કામદારો અથવા અમુક દવાઓ લેનારાઓએ ગરમીમાં કામ કરવા વિશે તેમના ચિકિત્સકો સાથે ચર્ચા કરવી જોઈએ.૧૦. જો બહાર કામ કરતા હોય તો હળવા રંગના કપડા પહેરવા જોઈએ. ખાસ કરીને લાંબી બાયનું શર્ટ અને પેન્ટ પહેરવા જોઈએ.૧૧. કર્મચારીઓ માટે જાગૃતિ...