આલેખન : ડો. જયેશ સનારિયા (સ્પર્શ - સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, મોરબી) મોરબી : શિયાળો ચામડીનો દુશ્મન ગણવામાં આવ્યો છે. તેથી, આ ઋતુમાં ચામડીની ખાસ સારસંભાળ રાખવી પડે છે. શિયાળામાં નિયમીત રીતે તમારી ત્વચાના પ્રકાર મુજબ ક્લીન્ઝર તથા મોઇસ્યુરાઇઝર કે વેસેલીનનો ઉપયોગ ત્વચા સ્વચ્છ અને મુલાયમ બનાવી રાખવામાં મદદ કરે છે. શિયાળામાં ચામડીની જાળવણી કરવા માટે નીચે મુજબ નુસખા અપનાવી શકાય છે. 1. શિયાળામાં માત્ર ચહેરાની જ નહિ, પરંતુ સમગ્ર શરીરની ત્વચાની કાળજી રાખવી જોઇએ. ઠંડીની મોસમમાં હોઠની નાજુક ત્વચાને નુકશાન ન થાય એટલા માટે નિયમીત લીપબામ લગાવતા રહેવું. 2. ઠંડીમાં લાંબા સમય સુધી ગરમ પાણીથી સ્નાન કરવાથી તથા વધારે પડતા ગરમ પાણીથી સ્નાન કરવાથી ચામડી વધારે સુકી બને છે. (તેથી, પાણી વધારે પડતુ ગરમ નહી પણ હુફાળુ હોવું જોઇએ.) 3. નહાવા માટે મોઇસ્યુરાઇઝર સાબુનો ઉપયોગ કરવો. 4. આહારમાં લીલાં શાકભાજી, સલાડ, તાજા ફળો, દૂધ, કઠોળ અને પૌષ્ટિક ખોરાક વધુ પ્રમાણમાં લેવા. 5. પગમાં ચીરા પડેલા હોય તો ઉઘાડા પગે ન ચાલવું અને કોટનના મોજા પહેરવા. 6. ત્વચાને સુંવાળી રાખવા મોઇસ્યુરાઇઝર ક્રીમ આખા શરીરે સ્નાન કર્યા પછી લગાવવું. 7. શિયાળામાં પણ તડકાને કારણે ત્વચાને નુકશાન પહોંચી શકે છે. તેથી, તમારી ચામડી મુજબ ચહેરા પર સનસ્ક્રીન લોશન રેગ્યુલર લગાવવું. 8. ઠંડીની મોસમમાં ચહેરાની ત્વચા જેટલીજ કાળજી હાથ-પગની ચામડીની પણ લેવી જોઇએ. તેથી, રાત્રે સુતા પહેલા મોઇસ્યુરાઇઝર વડે હાથ-પગ પર મસાજ કરવું. 9. ઠંડીને કારણે તરસ ઓછી લાગે છે. તેથી, ઓછુ પાણી પીવાથી ત્વચાની ભીનાશ ઓછી થઇ જાય છે. આથી, વધારે પડતું પાણી પીવું જોઇએ. 10. દરરોજ સાતથી આઠ કલાકની નિંદ્રા જરૂરી છે. 11. વધારે પડતો કોસ્મેટીકનો ઉપયોગ કરવો હિતાવહ નથી. 12. રેગ્યુલર યોગા અને કસરત કરવી. 13. જો તમારી ચામડીમાં એલર્જી કે ખંજવાળ આવતી હોય તો તમારા ડર્મેટોલોજીસ્ટ પાસે સારવાર કરાવો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..