મોરબી : નવું વર્ષ 2021 શરૂ થઈ ગયું છે. હાલમાં જાન્યુઆરી માસ ચાલી રહ્યો છે. ત્યારે હવે ફાઈનાન્શિયલ યર 2019-'20 પૂરું થવાને પૂરા 3 મહિનાનો સમય પણ નથી. ત્યારે સામાન્ય લોકોથી લઇ કંપનીઓ માટે મહત્વના ડોક્યુમેન્ટ ફાઈલ કરવા કે સ્કીમનો લાભ લેવા જાન્યુઆરીથી માર્ચ સુધીમાં આવતી ડેડલાઈન જાણવી જરૂરી છે. જે નીચે મુજબ છે. 1. 10 જાન્યુઆરી, 2021 : ITR ફાઈલિંગની સમય મર્યાદા ફાઈનાન્શિયલ યર 2019-20 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તા. 10 જાન્યુઆરી 2021 છે. અગાઉ ITR ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2020 હતી. પરંતુ સરકારે ફાઈનાન્શિયલ યર 2019-20 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન વધારી દીધી છે. 2. 15 જાન્યુઆરી, 2021 : ટેક્સ ઓડિટ રિપોર્ટ જમા કરાવવાની છેલ્લી તારીખ ઈન્કમ ટેક્સ એક્ટ અંતર્ગત સરકારે ટેક્સ ઓડિટ રિપોર્ટ સહિત વિવિધ ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની સમય મર્યાદા પણ વધારી દીધી છે. સરકારે ટેક્સ ઓડિટ રિપોર્ટ જમા કરવાની તારીખ વધારીને 15 જાન્યુઆરી 2021 કરી દીધી છે. 3. 31 જાન્યુઆરી, 2021 : વિવાદથી વિશ્વાસ સ્કીમની અંતિમ તારીખ વિવાદથી વિશ્વાસ યોજનાનો હેતુ બાકીના ટેક્સ વિવાદોને ઉકેલવાનો છે. વિવાદથી વિશ્વાસ સ્કીમ અંતર્ગત જાહેરાતની અંતિમ તારીખ 31 જાન્યુઆરી 2021 છે. આ યોજનાની જાહેરાત બજેટ 2020માં ઈન્કમ ટેક્સ વિવાદોનું સમાધાન કરવા અને બાકીના આવકવેરા કેસોને ઘટાડવા માટે કરવામાં આવી હતી. 4. 15 ફેબ્રુઆરી, 2021 : સ્પેસિફાઈડ ઈન્ડિવિઝ્યુઅલ માટે ITR ફાઈલિંગની સમય મર્યાદા 15 ફેબ્રુઆરી 2021 તે વ્યક્તિઓ માટે ITR ફાઈલ કરવાની અંતિમ તારીખ છે. જેમના ખાતાને ઓટિડ કરવાની જરૂર છે અથવા જેમને આવકવેરા કાયદાની કલમ 92E અંતર્ગત રિપોર્ટ પ્રસ્તુત કરવો જરૂરી છે. જો નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન આંતરરાષ્ટ્રીય નાણાકીય લેવડદેવડ કરવામાં આવી છે તો કલમ 92E અંતર્ગત એક રિપોર્ટ ફાઈલ કરવો જોઈએ. 5. 28 ફેબ્રુઆરી, 2021 : GST રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2019-20 માટે GST ફાઈલ કરવાની તારીખ લંબાવી છે. હવે 28 ફેબ્રુઆરી સુધી GST રિટર્ન ફાઈલ કરી શકાશે. આ વાર્ષિક રિટર્ન દાખલ કરનારા વ્યવસાય સાથે વર્ષ 31, માર્ચ,2020 સુધીના ઓડિટ રિપોર્ટ પર લાગુ થાય છે. પહેલા આ તારીખ 31 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર, 2020 કરવામાં આવી હતી. હવે કારોબારી ફોર્મ GST R-9, ફોર્મ GST R-9 Cનો ઉપયોગ કરતા નાણાકીય વર્ષ 2019 માટે વાર્ષિક રિટર્ન ફાઈલ કરી શકાશે. 6. 28 ફેબ્રુઆરી, 2021 : પેન્શન માટે લાઈફ સર્ટિફિકેટ જમા કરાવાની અંતિમ તારીખ સીનિયર સિટીઝનને રાહત આપવા માટે સરકારે પેન્શન લાઈફ સર્ટિફિકેટ ફાઈલ કરાવાની ડેડલાઈન વધારીને 28 ફેબ્રુઆરી, 2021 કરી છે. પેન્શનર્સે 28 ફેબ્રુઆરી સુધીમાં લાઈફ સર્ટિફિકેટ ફાઈલ કરાવવું પડશે, જેથી કોઈ પણ અવરોધ વગર પેન્શન મેળવી શકાય. આ સર્ટિફિકેટ એ વાતનું પ્રૂફ હોય છે કે પેન્શનર્સ જીવિત છે. આ સર્ટિફિકેટ જમા ન કરાવા પર પેન્શન મળતું બંધ થઈ શકે છે. 7. 31, માર્ચ, 2021: PAN-આધાર લિંકની ડેડલાઈન સરકારે PANને આધાર સાથે લિંક કરવાની સમય સીમા 30 જૂન, 2020થી 31, માર્ચ 2021 સુધી કરી છે. હાલના કાયદા અનુસાર, જો PAN લિંક નહિ કરવામાં આવે તો તે બંધ થઈ જશે. એક વખત જો તમારું PAN બંધ થઈ જાય તો તમને ફાયનાન્શિયલ લેવડ દેવડમાં તકલીફ પડી શકે છે. 8. 31 માર્ચ, 2021: LTC કેશ વાઉચર યોજનાની ડેડલાઈન 31 માર્ચ, 2021 LTC કેશ વાઉચર યોજના હેઠળ લાભ મેળવવાની છેલ્લી તારીખ છે. કેન્દ્ર સરકારના કર્મચારી 31 માર્ચ 2021 સુધી ખરીદેલી ઈન્શ્યોરન્સ પોલિસીની પ્રીમિયમ રકમ LTC કેશ વાઉચર યોજના હેઠળ કેશ અર્થાત Reimburse કરી શકે છે. આ યોજના હેઠળ લાભ લેવા માટે બિલનું વાઉચર 31, માર્ચ 2021 સુધી જમા કરાવવું પડશે. સરકારે 12 ઓક્ટોબરે LTC કેશ વાઉચર યોજનાની જાહેરાત કરી હતી. તેનો લાભ લેવા માટે કર્મચારીઓએ 12% અથવા તેનાથી વધુ GST ધરાવતી પ્રોડક્ટ્સ અને સર્વિસિસની ખરીદી કરવી આવશ્યક છે. ખરીદીની ચૂકવણી NEFT અથવા RTGS, ચેક અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ જેવાં ડિજિટલ માધ્યમથી કરેલી હોવી જોઈએ.