હળવદ : તાલુકાના માનસર ગામે વાડામાં બાંધેલી ત્રણ ભેંસો કોઈ તસ્કરો હંકારી ગયા હોવાની ફરિયાદ માલધારીએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં કરતા ચકચાર મચી છે. તસ્કરો કિંમતી ચીજ વસ્તુઓની સાથો સાથ હવે માલધારીઓ માટે કિંમતી જણસ ગણાય એવી ભેંસોને પણ મુકતા નથી. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના માનસર ગામે રહેતા સુરેશભાઈ પ્રજાપતિએ એમના વાડામાં ભેંસો બાંધી રાખી હતી. ગત તારીખ 6 થી 7 જૂન દરમ્યાન કોઈ અજાણ્યા ઈસમો વાડામાં રહેલી ભેંસોમાંથી 3 ભેંસોની ચોરી કરી હંકારી ગયાની ફરિયાદ નોંધાવી છે. ભેંસોની કિંમત જાણવામાં આવી નથી પણ પોલીસે આ નવતર ચોરીની ફરિયાદ નોંધી ભેંસ ચોરનાર તસ્કરોની ભાળ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne