થાંભલા અને વાયર નાખીને જમીન સરકાર લઈ જવાની નથી: કાંતિલાલે કહ્યું- 'થાંભલાવાળા પ્રશ્નમાં મારું 2 કિલો વજન ઘટી ગયું'મોરબી અપડેટ : મોરબી ખાતે સિરામિક એસોસિએશન તેમજ વહીવટી તંત્રના ઉપક્રમે યોજાયેલા સેફ્ટી સેમિનાર કાર્યક્રમ દરમિયાન કાંતિલાલ અમૃતિયા દ્વારા ખેડૂતોના વીજપોલ વળતર મુદ્દે નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે વીજ લાઇનના થાંભલા માટે અપાતા વળતરને પૂરતું ગણાવતા જણાવ્યું હતું કે એક થાંભલાના 70 લાખ રૂપિયા આપવામાં આવે છે જે ઓછા થોડા કહેવાય?કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોના ખેતરમાં માત્ર થાંભલા અને તાર નાખવામાં આવે છે, જેના માટે 70 લાખ રૂપિયા જેવી રકમનો વાઈટનો ચેક આપવામાં આવે છે. જમીન તો ખેડૂત પાસે જ રહે છે, સરકાર જમીન લઈ જવાની નથી. આ મુદ્દે તેમણે કહ્યું હતું કે, 'જ્યારે આ થાંભલા વાળો પ્રશ્ન ચાલતો હતો ત્યારે મારું 2 કિલો વજન ઘટી ગયું હતું.' તેમણે સરકારની નીતિને હકારાત્મક ગણાવી હતી.એક તરફ કાંતિલાલ અમૃતિયા દ્વારા વળતરની રકમને યોગ્ય ગણાવવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ તેમના જ ગામ જેતપરના ખેડૂતો અને તેમના સગા ભાઈ કારૂભાઈ અમૃતિયા નવા ઠરાવને અન્યાય રૂપ ગણાવી પોતાના હક્ક અને યોગ્ય વળતર માટે અડગ છે. #Morbi #MorbiNews #MorbiUpdate #KantilalAmrutiya #Jetpar #JetparSatyagrah #FarmersProtest #KhedutAandolan #GujaratNews