મોરબી GETCO દ્વારા એક અગત્યની નોટિસ બહાર પાડીને મોરબી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં આગામી દિવસોમાં વીજ પુરવઠો બંધ રહેવા અંગે ગ્રાહકોને જાણકારી આપવામાં આવી છે. GETCO દ્વારા જાહેર કરવામાં આવેલી આ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે, સબ સ્ટેશન તથા લાઈનનું સમારકામ કરવાનું હોવાથી કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો મળી શકશે નહીં. જે વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેવાનો છે તેની વાત કરીએ તો, 66 કેવી રંગપર-2 સબ સ્ટેશનમાંથી નીકળતું 11 કેવી સ્માઈલ ફીડર, 66 કેવી બેલા સબ સ્ટેશનમાંથી નીકળતું 11 કેવી ઇટાકોન ફીડર આગામી તારીખ ચાર ડિસેમ્બર ને શનિવારે સવારે 8 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી અને તારીખ 16 ડિસેમ્બર ને સોમવારના રોજ સવારે 8 થી સાંજના 06 વાગ્યા સુધી બંધ રહેશે. આ ઉપરાંત 66 કેવી જોધપર સબ સ્ટેશન તારીખ 8 ડિસેમ્બર ને બુધવારના રોજ સવારે 8 થી સાંજના 4 વાગ્યા સુધી બંધ રહેશે. 66 કેવી અણીયારી સબ સ્ટેશન 15 ડિસેમ્બર ને બુધવારે સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી બંધ રહેશે. અને 66 કેવી પાનેલી સબ સ્ટેશન તારીખ 22 ડિસેમ્બર ને બુધવારે સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી બંધ રહેશે. આમ ઉપરોક્ત જણાવેલ સબ સ્ટેશન વિસ્તારમાં વીજ કાપ રાખવામાં આવશે.