મોરબી : ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 1-8-2024ના રોજ સિલ્ક ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં મેઇન્ટનન્સની કામગીરી કરવાની હોય તેથી સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી, એટોમ ઇન્ડસ્ટ્રીઝ તથા કૃપા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી તમામ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગિક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. તેમજ કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવા માં આવશે. તેમ નાયબ ઇજનેર, ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.