મોરબી : આવતીકાલે તારીખ 4 ઓગસ્ટ ને રવિવારના રોજ પંચાસર રોડ નવો બનતો હોઈ તેમાં નડતરરૂપ લાઈન ફેરવવાની અને મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી હોસ્પિટલ ફીડર સવારે 7-30 થી બપોરના 2-30 વાગ્યા સુધી બંધ રહેશે.જેથી આ ફીડર હેઠળ આવતા વાવડી રોડ પરના વિસ્તાર જેવા કે રવિ પાર્ક, લોમજીવન, ભારતપરા, ભગવતીપરા, ખ્વાજા પેલેસ, ગણેશનગર, મીરા પાર્ક, મિલન પાર્ક, જનકનગર, સ્વાતી, રામ, નીરવ પાર્ક વગેરે તથા જોન્સ નગર, સાવસર પ્લોટ, અયોધ્યાપુરી રોડ, રામ ચોક, સિવિલ હોસ્પિટલ, જુના બસ સ્ટેન્ડ વાળો સરદાર રોડ, ટાઉન હોલ, તખ્તસિહજી રોડ, શિવમ, સંજય, ત્રિમૂર્ત સોસાયટી, નગર દરવાજા આસપાસના શોપીંગ, બોયઝ હાઈસ્કૂલ તથા સદભાવના હોસ્પિટલ આસપાસના વગેરે વિસ્તારમાં વીજ કાપ રહેશે.