મોરબી : મોરબીમાં ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 10-8-2024ના ગણેશ ઇન્ડસ્ટ્રીયલ તથા જીબા ઇન્ડસ્ટ્રીયલ ફીડરના વિસ્તારોમાં મેઇન્ટનન્સની કામગીરી કરવાની હોવાથી સવારે 9 થી સાંજે 5 કલાક સુધી વીજપુરવઠો બંધ રહેશે.જેમાં ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગિક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે. તેમ મોરબી ઘુંટુ ઔધોગિક પેટા વિભાગના નાયબ ઇજનેરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.