વૈદિક જ્યોતિષ આધારિત હવામાનની આગાહી: ચિત્રા નક્ષત્રમાં તડકા, સ્વાતિમાં ધીમે ધીમે શિયાળાની શરૂઆતટંકારા : પરંપરાગત આકાશ દર્શનની આધારે ટંકારા તાલુકાના નેસડા (ખાનપર) ગામના હવામાન નિષ્ણાત કિશોરભાઈ ભાડજા દ્વારા આગામી મહિનાઓ માટે વિશેષ આગાહી જાહેર કરવામાં આવી છે. આ આગાહી વૈદિક જ્યોતિષના નક્ષત્રો, ચંદ્રની સ્થિતિ અને અનુભવ આધારિત છે.જેમાં ઓક્ટોબરથી નવેમ્બર સુધીના વાતાવરણમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે. નિષ્ણાત કિશોરભાઈ ભાડજા (મો. નં. 9586590601) કહે છે કે, ચિત્રા નક્ષત્રનું સૂર્ય પ્રવેશ 10 ઓક્ટોબર, 2025ના શુક્રવારે સાંજે 8-13 વાગ્યે થશે. આ સમયે ચંદ્ર રોહિણી નક્ષત્રમાં હશે, જેનું વાહન હાથી છે. આ નક્ષત્રમાં તડકા પડવાની અને ગરમી તથા બાફ (ભેજ)નું વધુ પ્રમાણ રહેશે. તડકા પડે ત્યારે ચિત્રા નક્ષત્રમાં ઉતરતા વાદળો અને તડકા છાયું વાતાવરણ જોવા મળશે, જેના કારણે અમુક વિસ્તારોમાં છુટા છવાયા (હળવા વરસાદ) થવાની શક્યતા છે. બીજી તરફ, સ્વાતિ નક્ષત્રમાં સૂર્યનું પ્રવેશ 24 ઓક્ટોબર, 2025ના શુક્રવારે વહેલી સવારે 6-41 વાગ્યે થશે. આ સમયે ચંદ્ર અનુરાધા નક્ષત્રમાં હશે, જેનું વાહન દેડકો (મેડક) છે. આ નક્ષત્રમાં નવેમ્બર મહિના બેસતા ધીમે ધીમે શિયાળાની શરૂઆત થશે. વાતાવરણમાં ઠંડક વધવાની અને શિયાળાના પ્રારંભિક લક્ષણો દેખાવાની શરૂઆત થશે.