નગરપાલિકાનું અહીંત કરનાર અને ખોટું કરનાર ભલભલા ચમરબંધીને કોઈ કાળે નહિ છોડાયમોરબી : મોરબી નગરપાલિકાની ભાજપની બોડીને સુપરસિડ કરાયા બાદ વહીવટીદારના હાથમાં શાસન આવતા જ પાલિકાની તિજોરી ખાલીખમ હોવાનું બહાર આવ્યું હતું .આથી પાલિકાના સ્વંભંડોળની રકમ કોણે અને ક્યાં કામ માટે વાપરી તે અંગે તરેહ તરેહની ચર્ચા ઉઠી છે. સ્વભંડોળની રકમની ઉચાપત થઈ ગઈ હોવાથી આ મુદ્દે આજે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ સ્વંભંડોળની રકમની કોણે ગેરરિતી કરી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.જેણે પણ ખોટું કામ એટલે ગેરરીતિ કરી હશે તેને કોઈ કાળે છોડવામાં નહિ આવે અને એ માટે એફઆઈઆર નોંધાવવાની તૈયારી પણ દર્શાવી છે.ધારાસભ્ય અમૃતિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમના જાહેર જીવનના 30 વર્ષમાં કામો નહિ થયા હોય એટલા બધા વિકાસના કામો આગામી બે મહિનામાં થશે. 10 કરોડના ટેન્ડર બહાર પડી ગયા છે અને હજુ 19 કરોડના કામો માટે તજવીજ ચાલુ છે. આમ નગરપાલિકા વિસ્તારમાં 150 કરોડના કામો શરૂ કરવા માટેના પ્રયાસો ચાલુ હોય અને સ્વભંડોળ ખાલીખમ હોય સ્વંભંડોળથી થતા કામો કરવા માટે હવે પાલિકા દેવાદાર બની ગઈ છે. જેમાં પાલિકા માથે 15 કરોડનું દેણુ છે. આ દેવું કરવેરાની આકરાણી થશે એમાંથી ચૂકવી દેવાશે.વધુમાં નગરપાલિકાની સ્થિતિ ગંભીર હોય સ્વભંડોળથી થતા કામો ઉપર બ્રેક લગાવી છે. જેમાં નદીઘર બંધ કરીને ગૌવંશને પાજરાપોળમાં ખસેડી દીધા છે. આવા ખર્ચા ઉપર કાપ મૂકીને લાખો રૂપિયા બચાવીને ધીરેધીરે પ્રજામાં વિકાસ કામો કરવાના પ્રયાસો ચાલુ છે.સ્વભંડોળનો રૂપિયો જરૂરિયાત માટે વાપરવાનો હોય પણ અત્યારે પાલિકામાં સ્વભંડોળ ખાલીખમ હોય સ્વભંડોળની રકમ કોણ હજમ કરી ગયું તે બાબતે ઉડી તપાસ કરવામાં આવશે અને તપાસમાં કસૂરવાર થશે એમની સામે એફઆઈઆર નોંધી કડક કાર્યવાહી થશે. 3 કરોડથી વધુના ખર્ચે લાઈટ લીધી હોય એમાં કેટલો ભ્રષ્ટાચાર થયો એની પણ તપાસ કરવામાં આવશે. અત્યારે 4.60 લાખની લાઈટો લીધી છે.આથી પ્રજાના પૈસામાં કોઈ બાંધછોડ કરવાની જ ન હોય, રિકવરી કરવાને બદલે સીધી એફઆઈઆર નોંધાવાની તૈયારી દર્શાવી છે. જો કે ગટરમાં ગોદડા અને પથ્થરો નાખી તેમજ કોન્ટ્રાક્ટ બંધ કરી દેતા અમુક પાછલા બારણે દુકાનો ચાલવીને પાલિકાને બદનામ કરવાનનું કામ કરતા હોય તેને ચેતવણી આપીને તેઓએ કહ્યું હતું કે, આવી દુકાનો નહિ ચાલે અને નગરપાલિકાનું અને લોકોનું હીત કેમ જળવાઈ રહે એ માટે ઘટતી તમામ કામગીરી કરાશે એવું તેમણે જણાવ્યું હતું.