મુંબઇની પ્રખ્યાત 'ખીચડી ધ ગ્લોબલ ફૂડ'નો ગુજરાતમાં સૌપ્રથમ મોરબી જિલ્લામાં પ્રારંભ, માળિયાના આંગણે નવું સોપાન સમગ્ર જિલ્લાવાસીઓને ફૂડનો નવો ચટાકો આપશે દાલ-બાટી, સબ્જી, રોટી, રોટલા, શાહી ગટાનું શાક-કોબી રોટી સહિતની અનેક આઇટમો, ટુક સમયમાં લીંબડી પાસે પણ બીજી બ્રાન્ચ ખુલ્લી મુકાશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હવે મોરબી જિલ્લાવાસીઓને 'ખીચડી' જલસો કરાવી દેશે, કારણકે મુંબઈની પ્રખ્યાત 'ખીચડી ધ ગ્લોબલ ફૂડ'નો ગુજરાતમાં સૌપ્રથમ મોરબી જિલ્લામાં માળિયાના આંગણે પ્રારંભ થયો છે. જ્યાં 55 પ્રકારની ખીચડીની આઇટમો લોકોને આંગળા ચાટતા કરી દેશે. તો આજે જ પધારો અને 'ખીચડી'નો અનેરો લ્હાવો માણો. માળિયા મિયાણા નજીક મોરબી-કચ્છ હાઇવે ઉપર ગેલોપ્સ વિશાલ ફૂડ પ્લાઝમાં 'ખીચડી ધ ગ્લોબલ ફૂડ'નો પ્રારંભ થયો છે. અહીં દેશી કાઠીયાવાડી, મસાલા, પંચધાન, પનીર ટીક્કા, પનીર આચારી, વેજ રોયલ હાંડી, અમૃતસરી, હૈદરાબાદી, મેક્સિકન, ઇટાલીયન સહિતની કુલ 55 પ્રકારની ખીચડીની વેરાયટી છે. આ ઉપરાંત રોટી, રોટલા સબ્જી, દાલ-બાટી, શાહી ગોટા-કોબી રોટી, ખીચિયા પાપડ સહિતની અનેક આઈટમો પણ ઉપલબ્ધ છે. સાથે ગરમાગરમ મોહન થાળ, મૂંગદાળનો શિરો, ડ્રાયફ્રુટ ચૂરમું, ખીર સહિતની મીઠાઈ પણ ઉપલબ્ધ છે. અહીંની વિશેસ ખાસિયત એ છે કે અહીં તમામ ફૂડ માટીના વાસણોમાં બનાવવામાં આવે છે. પાણી પણ માટીના જ ગ્લાસમાં પીરસવામાં આવે છે. જમવાનું પણ પતરાલામાં પીરસવામાં આવે છે. મોરબી જિલ્લામાં એક યુનિક કોન્સેપ્ટ સાથે દેશી અને વિદેશી બન્ને આઇટમો ઉપલબ્ધ બની હોય એક વખત તેની મોજ માણવા પધારવા જેવું છે. વધુ વિગત માટે મો.નં. મો.નં. 9428677798 તથા 9313557252નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.