મોરબી : બે અલગ અલગ બનાવોમાં મોરબી સીટી એ ડીવી. તથા બી.ડીવી. વિસ્તારમાંથી વરલી-મટકાનો ફીચર જુગાર રમાડતા બે શખ્સોની પોલીસે અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી સીટી.એ.ડીવી. પોલીસ મથકના પો.હેડ.કોન્સ. એચ.યુ.ગોહિલે રેલવે સ્ટેશનના ગેટ સામેથી સલીમ અકબરભાઈ સમા ઉં.વ. 35ને તથા મોરબી સીટી.બી.ડીવી.ના પો.હેડ.કોન્સ. આઈ. ટી.જામે વીશીપરા, શાંતિવન સોસા.ના નાકા પાસેથી યુનુસભાઈ અસ્માલભાઈ સુમરા ઉં.વ. 31ને જાહેરમાં વરલી-મટકાના આંકડા લઈ જુગાર રમાડતા ઝડપી પાડી જુગારધારાની કલમ 12-અ મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.