મીની લોકડાઉનનાં ભંગ બદલ 10 ધંધાર્થીઓ, માસ્ક વિના ફરતા 6, રાત્રી કર્ફ્યૂનું ઉલ્લંઘન કરતાં 5, વધુ પેસેન્જરો બેસાડતા 9 રિક્ષાચાલકો, દુકાન પર કોવિડ ટેસ્ટ કરાવ્યા વિના વેપાર કરતા 4 લોકો દંડાયા: મોરબી: મોરબી જિલ્લામાં સોમવારે કોવિડ ગાઈડલાઇન્સ તથા કર્ફ્યૂ સહિતના જાહેરનામાંનો ભંગ કરવા બદલ વિવિધ કલમો હેઠળ પોલીસે કુલ 33 કેસોમાં 34 લોકો સામે દંડનાત્મક કાર્યવાહી કરી હતી. સોમવારે 24 કલાક દરમ્યાન મોરબી જિલ્લામાં પોલીસે અલગ અલગ કલમો હેઠળ કુલ 33 કેસો કર્યા હતા. જેમાં 34 લોકો સામે દંડનાત્મક કાર્યવાહી કરી હતી. જેમાં મોરબી સીટી પોલીસ સ્ટે. વિસ્તારમાં રાત્રી કર્ફ્યૂ દરમ્યાન કોઈ ખાસ કામ વગર બહાર નીકળેલા 2 નાગરિકો સામે, મીની લોકડાઉનમાં આવશ્યક સેવાની કેટેગરીમાં ન આવતી હોવા છતાં ઇલેક્ટ્રિકની દુકાન ખુલ્લી રાખતા 1 વેપારી સામે, પાનની દુકાન ખુલ્લી રાખતા 3 ધંધાર્થી, પરોઠા હાઉસ ખુલ્લું રાખતા 1 સામે, ગિફ્ટ આર્ટિકલની દુકાન ખુલ્લી રાખતા 1 દુકાનદાર સામે, હાર્ડવેરની દુકાન ખુલ્લી રાખતા 2 દુકાનદાર સામે, દાબેલીની દુકાન ખુલ્લી રાખતાં 1 ધંધાર્થી સામે, સ્ટેશનરી અને ઝેરોક્ષની દુકાન ખુલ્લી રાખતાં 1 દુકાનદાર સામે, માસ્ક વગર જાહેરમાં ફરતા 1 નાગરિક સામે તથા બી.ડીવી. પોલીસે માસ્ક વગર જાહેરમાં ફરતા 3 નાગરિકો સામે, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી વધુ પેસેન્જર બેસાડતા 2 રીક્ષાચાલક સામે, રાત્રી કર્ફ્યુ દરમ્યાન રીક્ષા લઈને નીકળેલા 1 રીક્ષાચાલક સામે, રાત્રી કર્ફ્યુ પગપાળા જઈ રહેલા 3 નાગરિક સામે અને મોરબી તાલુકા પોલીસે માસ્ક પહેર્યાંવિના તથા વધુ પેસેન્જર બેસાડવા બદલ 2 રિક્ષાચાલક સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી. જ્યારે વાંકાનેર સીટી. પોલીસે માસ્ક પહેર્યા વગર તથા કોવિડ ટેસ્ટ કરાવ્યા વગર તથા દંડ આપવાની આનાકાની કરનાર 1 વાસણ વેંચતા દુકાનદાર સામે, 1 રેડીમેન્ટ ગરમેન્ટના દુકાનદાર સામે, માસ્કવિના જાહેરમાં ફરતા 1 નાગરિક સામે, જ્યારે વાંકાનેર તાલુકા પોલીસે કોરોના ગાઈડલાઇન્સના નિયમ-જાહેરનામા વિરુદ્ધ વધુ પેસેન્જર બેસાડતા 1 રિક્ષાચાલક સામે, માળીયા મિયાણા પોલીસે કોવિડ ટેસ્ટ કરાવ્યા વગર તથા ગ્રાહકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનાં નિયમનું પાલન ન કરતા 2 શાકભાજીના ધંધાર્થીઓ સામે, વધુ પેસેન્જર બેસાડીને સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન કરતા 1 રીક્ષાચાલક સામે જ્યારે ટંકારા પોલીસે 2 રિક્ષાચાલક સામે, હળવદ પોલીસે માસ્ક પહેર્યાંવિના નીકળેલા 1 બાઈકચાલક સામે જાહેરનામાંભંગની વિવિધ કલમો હેઠળ દંડનાત્મક કાર્યવાહી કરી હતી. ઉપરોક્ત તમામ કેસો પૈકી જે વાહનચાલકો સામે કાર્યવાહી કરી તે તમામ વાહનો પોલીસે ડિટેઇન કર્યા હતા.