બન્ને દર્દીઓની બીજા રાજ્યની ટ્રાવેલ હિસ્ટ્રી નીકળી મોરબી : મોરબીમાં આજે કોરોનાના વધુ 2 કેસ નોંધાયા છે. બન્ને દર્દીઓ ટ્રાવેલ હિસ્ટ્રી પણ ધરાવે છે. બીજી તરફ હવે જિલ્લામાં કુલ એક્ટિવ કેસ 3 થયા છે. આરોગ્ય વિભાગ દ્વારા આજે જિલ્લામાં 392 જેટલા દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી મોરબી શહેરના 51 વર્ષના મહિલા અને મોરબી તાલુકાના 59 વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે.બંને દર્દીઓએ કોરોના રસીના બંને ડોઝ લીધેલ છે. મહિલા દર્દીની તાજેતરમા હરિદ્વારની અને પુરુષ દર્દીની અયોધ્યા અને વારાણસીની ટ્રાવેલ હિસ્ટ્રી માલૂમ પડેલ છે. તેમજ બંને દર્દી ની તબિયત સારી હોઈ હાલ હોમ આઇશોલેશનમાં સારવાર હેઠળ છે. તેમ આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે.