વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર કંપન રેકોર્ડ કર્યું મોરબી : ઇસરોના ચંદ્રયાન-3 મિશન અંતર્ગત ચંદ્ર પર પહોંચેલા વિક્રમ લેન્ડર સતત નવી નવી શોધ કરી રહ્યું છે ત્યારે પૃથ્વીની જેમ જ ચંદ્ર ઉપર પણ ભૂકંપના આચકા અનુભવાય રહ્યા હોવાનું ચંદ્રયાનના લેન્ડર વિક્રમ દ્વારા નોંધવામાં આવ્યું છે. ચંદ્ર પર પ્રાકૃતિક કંપન કે હિલચાલની પ્રવૃત્તિને લેન્ડરે રેકોર્ડ કરી આ માહિતી ઈસરો સુધી પહોંચાડી હતી. આ ભારતીય અવકાશ સંસ્થાન ઇસરોએ એ ગુરુવારે સોશિયલ મીડિયા ટવીટર ઉપર માહિતી આપતા જણાવ્યું હતું કે વિક્રમ લેન્ડર પર એવા ઉપકરણ લગાડવામાં આવ્યા છે, જે સપાટી પર થનારા કંપનને રેકોર્ડ કરવામાં સક્ષમ છે. આ ઉપકરણે ગુરુવારે ચંદ્રની સપાટી પર સિસ્મિક એક્ટિવિટી એટલે કે ભુકમ્પની જાણકારી આપી છે. આ ઉપકરણ પ્રજ્ઞાન રોવર અને બીજા પેલોડ્સમાં થયેલી પ્રવૃત્તિઓને રેકોર્ડ કરવામાં સફળ રહ્યાં છે. ઇસરોએ પોતાના સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે, ચંદ્ર પર સિસ્મિક એક્ટિવિટીની જાણકારી માટે મોકલવામાં આવેલા પહેલા માઈક્રો ઈલેક્ટ્રો મેકેનિકલ સિસ્ટમ બેઝ્ડ ઉપકરણ ઈન્સ્ટ્રૂમેન્ટ ફોર ધ લૂનર સિસ્મિક એક્ટિવિટી પેલોડે ચંદ્રની સપાટી પર રોવર અને બીજા પેલોડમાં કંપનને રેકોર્ડ કર્યું છે. ઉપકરણે 26 ઓગસ્ટે આ ઘટના રેકોર્ડ કરી છે, જે સ્વભાવિક પ્રતીત થાય છે. જો કે ઈસરોએ એમ પણ કહ્યું કે આ ઘટનાના સ્ત્રોતની તપાસ કરવામાં આવી રહી છે. ઈસરોના જણાવ્યા મુજબ પ્રાકૃતિક ભૂકંપો, તેમના પ્રભાવો અને કૃત્રિમ ઘટનાઓને કારણે સપાટી પર થનારા કંપનને માપવા આવી રહ્યા છે. આ પહેલા ઇસરોએ ચંદ્રના સાઉથ પોલ રીઝન પર પ્લાઝ્મા પાર્ટિકલ્સની તપાસ અંગે જાણકારી આપી હતી. ત્યારે ઈસરોએ જણાવ્યું હતું કે વિક્રમ લેન્ડર પર અન્ય એક ઉપકરણ રેડિયો એનાટોમી ઓફ મૂન બાઉન્ડ હાઈરપસેન્સેટિવ આયનોસ્ફીયર એન્ડ એટમોસ્ફિયર પણ રહેલા છે, જેણે ચંદ્રના દક્ષિણ રીઝનની સપાટી પર પ્લાઝ્મા કણોની તપાસ કરી હતી. એકત્ર કરેલા શરુઆતી આંકડાના સંકેત મળ્યા હતા કે ચંદ્રની સપાટી પર પ્લાઝ્માની માત્રા અપેક્ષા કરતા ઓછી છે.