તરુણીના પિતાની ફરિયાદના આધારે એક શખ્સ સામે ગુનો નોંધાયો ટંકારા : ટંકારા હીરાપર ગામે રહેતી તરુણીને એક શખ્સ લલચાવીને ભગાડી ગયા બાદ તેણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું.બાદમાં તરુણીના પિતાએ આ બનાવ અંગે ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવની ટંકારા પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારના હીરાપર ગામે રહેતી તરુણીને નરસંગ માનસિંગ પટેલિયા નામનો આદિવાસી શખ્સ લગ્નની લાલચ આપીને પાંચેક દિવસ પહેલા પોતાના બાઇક પર ભગાડી ગયો.હતો અને બાદમાં વારંવાર તેણી સાથે આ શખ્સે ઈચ્છા વિરુદ્ધ શારીરિક સબંધ બાંધ્યો હતો.આ બનાવની તેના પિતાને જાણ થતાં તેમણે આ અંગે ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.જેના આધારે ટંકારા પોલીસે આરોપી સામે ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.