મંત્રી કાંતિલાલ અમૃતિયાની સ્વાગત રેલી અને સભામાં મોટા નેતાઓની ગેરહાજરીને લઈ જૂથવાદની ચર્ચાઓ જાગતા જિલ્લા ભાજપ પ્રમુખે કરી સ્પષ્ટતામોરબી : મોરબીમાં ગઈકાલે શુક્રવારે મંત્રી કાંતિલાલ અમૃતિયાની સ્વાગત રેલી અને સભામાં ભાજપના અનેક મોટા નેતાઓ ગેરહાજર રહેતા રાજકીય ગરમાવો આવ્યો હતો અને જૂથવાદની અટકળો વહેતી થઈ હતી. જો કે આજે બીજા દિવસે આ મામલે હવે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ સ્પષ્ટતા કરી છે. પ્રદેશ કક્ષાએ અચાનક બોલાવાયેલી મીટીંગના કારણે તેઓ અને અન્ય નેતાઓ સભામાં હાજર રહી શક્યા નહોતા, બાકી પક્ષમાં કોઈ જ નારાજગી કે જુથવાદ કે તકલીફ નથી. તેવું તેમણે જાહેર કર્યું છે.કાંતિલાલની સભામાં ગેરહાજરી અંગે જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ જણાવ્યું હતું કે, ' આગલે દિવસે એ કાર્યક્રમની અમને જાણ પણ હતી. બધાને સૂચના પણ આપી હતી. પણ અમારે ઓચિંતા ગાંધીનગરમાં જ એક મીટીંગ આવી એટલે પ્રદેશના હોદ્દેદારો જેમાં મોહનભાઈ, દુર્લભજીભાઈ અને હું આમ અમે બધા જ કમલમ- ગાંધીનગર ખાતેની મીટીંગમાં હતા, એના કારણે ઉપસ્થિત રહી શક્યા ન હતા. બાકી ભારતીય જનતા પાર્ટી અને કાંતિભાઈ અમે બધા જ એક જ છીએ. ભારતીય જનતા પાર્ટીને કોઈ ક્યાંય તકલીફ જ નથી. લોકોને જે લાગતું હશે એ લાગે, પણ એવું કઈ છે નહિ વાસ્તવમાં. અમે રાત્રે સાડા દસ પછી આવ્યા હતા. જેથી કાર્યક્રમમાં હાજરી આપી શક્યા ન હતા.'#MorbiUpdate #MorbiNews #GujaratPolitics #MorbiBJP #Kamalam #Gandhinagar