તાપમાનનો પારો 41 ડિગ્રી સુધી પહોંચવાની આગાહીમોરબી : રાજકોટ અને મોરબી વિસ્તારમાં 8 એપ્રિલથી 15 એપ્રિલ સુધીના સમયગાળામાં વરસાદ કે માવઠાની કોઈ શક્યતા નથી. હવામાન એકદમ સૂકું રહેશે અને આકાશ મોટેભાગે સ્વચ્છ જ રહેવાની સંભાવના છે. જોકે, આ દિવસો દરમિયાન તાપમાનમાં નોંધપાત્ર વધારો થવાની આગાહી કરવામાં આવી છે.સ્થાનિક હવામાન નિષ્ણાત રમેશ બસિયા (નાના ખીજડીયા, ટંકારા)એ આપેલી વિગતો અનુસાર, આગાહીના સમયગાળામાં વરસાદની સંભાવના લગભગ શૂન્ય છે. તાપમાનમાં સતત વધારો થતો જશે. હાલના 2 દિવસ દરમિયાન તાપમાન 34 થી 35 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની ધારણા છે. ત્યારબાદ 10 એપ્રિલથી સૂકા પવનો શરૂ થવાને કારણે તાપમાનમાં સીધો 2 થી 3 ડિગ્રીનો વધારો જોવા મળશે. આગામી 11 થી 15 એપ્રિલ દરમિયાન મોરબી અને રાજકોટ વિસ્તારમાં તાપમાન 40 થી 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જેનાથી આકરી ગરમીનો અહેસાસ થશે.પવનની વાત કરીએ તો, છેલ્લા 2 દિવસથી ફૂંકાઈ રહેલા સુસવાટા મારતા પવનના જોરમાં આજે થોડોક ઘટાડો નોંધાશે. આવતીકાલથી પવન સંપૂર્ણપણે શાંત પડી જશે અને આગાહીના સમગ્ર સમયગાળામાં પવનની ઝડપ એકદમ સામાન્ય રહેવાની સંભાવના છે. આવતીકાલ પછી પવન મુખ્યત્વે પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશામાંથી જ ફૂંકાશે.#Morbi #MorbiNews #MorbiUpdate #Rajkot #WeatherForecast #SummerSeason #GujaratWeather #Heatwave #NoRain