ટંકારા : ટંકારાના ટોળ ગામના હુસેન કાસમભાઈ હેરંજાએ પાણીના અનિયમિત વિતરણ અંગે સરપંચને રજુઆત કરી છે. તેઓએ રજુઆતમાં જણાવ્યું છે કે ટોળ ગ્રામ પંચાયત દ્વારા અનિયમિત રીતે ઘરવપરાશનું પાણી વિતરણ કરવામાં આવે છે. રાત્રીના 12થી 3 વાગ્યા વચ્ચે પાણી આપવામાં આવે છે. જેના કારણે પાણી ભરી શકાતું નથી.