મોરબી : મોરબી શહેરની ભૌગોલિક પરિસ્થિતિ, ઔદ્યોગિક વિકાસ, વસ્તી અને સાંકડા જૂના રસ્તાઓને કારણે ટ્રાફિકની સમસ્યામાં વધારો થઈ રહ્યો હતો. મોરબી શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહનોના અવ્યવસ્થિત પાર્કિંગને રોકવા માટે પોલીસ અધિક્ષક દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી. આ સમસ્યાના નિવારણ અને જાહેર હિત માટે મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા વર્ષ 2018માં ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ 33(1) બી અંતર્ગત ટુ-વ્હીલર માટે એકી-બેકી પાર્કિંગ અંગેનું કાયમી જાહેરનામું અમલી છે.શું છે નવો પાર્કિંગ નિયમ? • મહિનાની 1, 3, 5 વગેરે જેવી એકી તારીખો દરમિયાન ટુ-વ્હીલર વાહનોનું પાર્કિંગ રોડની ડાબી બાજુએ કરવાનું રહેશે. • મહિનાની 2, 4, 6 વગેરે જેવી બેકી તારીખો દરમિયાન ટુ-વ્હીલર વાહનોનું પાર્કિંગ રોડની જમણી બાજુએ કરવાનું રહેશે.કયા 8 માર્ગો પર આ નિયમ લાગુ પડશે? • જૂના બસ સ્ટેન્ડથી નહેરૂ ગેઇટ ચોક સુધીના રોડ ઉપર (સરદાર રોડ). • શક્તિ ચોક અથવા ખાટકીવાસ ચોકથી ત્રિકોણબાગ, નહેરૂ ગેઇટ ચોક, અને ગાંધીચોક સુધીના રોડ ઉપર. • ગાંધીચોક થી શનાળા રોડ ઉપર આવેલ મહેશ હોટલ સુધીના રોડ ઉપર. • ગાંધીચોક થી રવાપર રોડ પર આવેલ મામા ફટાકડાની દુકાનથી આગળ વોંકળાના પુલ સુધી. • નવા ડેલા રોડ ઉપર આવેલ સૌરાષ્ટ્ર હેર ડ્રેસરથી ગાંધી ચોક સુધીના રોડ ઉપર. • પનારા પાન થી શરૂ થતો નવાડેલા રોડ, અયોધ્યાપુરી મેઇન રોડ સુધીના રોડ ઉપર. • સી.પી.આઇ. કચેરીથી સુપર ટોકિઝ સુધીના રોડ ઉપર. • નહેરૂ ગેઇટ થી ગ્રીન ચોક સુધીના રોડ ઉપર.દંડની જોગવાઈ:આ હુકમનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-131 હેઠળ શિક્ષાને પાત્ર બનશે.#MorbiUpdate #MorbiNews #TrafficRules #OddEvenParking #MorbiPolice #ParkingRules #GujaratPolice #DistrictMagistrate