અહીં દરરોજ સ્કૂટર કે બાઇક ચાલક પડી જતા હોવાના બનાવ સામે આવ્યે રાખે છે : ત્વરિત કાર્યવાહીની માંગમોરબી : મોરબીના સામાકાંઠે પોસ્ટ ઓફિસની ફાટકે મસમોટા ખાડાથી વાહનચાલકો ઉપર જોખમ મંડરાઈ રહ્યું છે. અહીં વારંવાર સ્ફુટર કે બાઇક ચાલકો પડી જતા હોવાના બનાવો પણ સામે આવી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર અહીં રેલવે ટ્રેક પાસે મોટા ખાડા છે. જેના કારણે ટ્રાફિક સમસ્યા પણ ઉદભવી રહી છે. આ ઉપરાંત અહીંથી દરરોજ એકાદ-બે સ્કૂટર કે બાઇક ચાલકો પડે પણ છે. આ મામલે રેલવે તંત્રને અનેકવાર રજુઆત કરવામાં આવી છે. છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જો આ ખાડા બુરવામાં નહિ આવે તો મોટા અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. જેથી ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.