મોરબી : વાહન અકસ્માત, મારામારી અને ઘરેલુ ઝઘડામાં ઘાયલ પરિણીતા સહિત 4 ઘાયલોને વિવિધ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે તાલુકામાં ચાર અલગ અલગ બનાવો પૈકી પહેલા બનાવમાં લખધીરપુર ગામ નજીક આવેલી લીવાન્ટો સીરામીકમાં રહી મજૂરી કામ કરતો શિવા સુનિલભાઈ ટૂંડે (ઉ.વ.22) નામનો પરપ્રાંતીય યુવક તેના મિત્ર કરણ સાથે માર્કેટમાં ખરીદી કરવા જતો હતો ત્યારે પરત ફરતા સમયે લખધીરપુર રોડ કેનાલ નજીક બે અજાણ્યા ઇસમોએ શિવાને કોઈ અગમ્ય કારણોસર છરીના બે ઘા ઝીંકી દેતા ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો. બીજા બનાવમાં કાલિકા પ્લોટમાં રહેતા હાજી સીદીકભાઈ માજોઠી (ઉં.વ.58) કોઈ કામ અર્થે આમરણ ગામે જઇને પરત ફરતા હતા ત્યારે આમરણ નજીક જ કોઈ વાહનની ઠોકરે ચડી જતા ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલે ખસેડાયા હતા. આ બનાવની તાલુકા પોલીસ તપાસ ચલાવી રહી છે. ત્રીજા બનાવમાં મોરબી 2 સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર પાછળ આવેલા નીલકંઠ સોસાયટી શેરી નંબર 1માં રહેતા દક્ષાબેન વાઘેલાને ઘરેલુ બાબતે પતિ મહેશભાઈ સાથે ઝઘડો થતા પતિએ માર મારતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવની નોંધ કરી મહિલા પોલીસ બનાવની તપાસ ચલાવી રહી છે. જ્યારે ચોથા એક બનાવમાં તાલુકાના રંગપર ગામનો બળવંત રમેશભાઈ ચૌહાણ (ઉ.વ.24) નામનો યુવાન પીપળી રોડ સ્થિત કારખાનેથી મજૂરી કામ કરી પરત ફરતી વેળાએ રાત્રે 9 વાગ્યાની આસપાસ રંગપર ગામ નજીક જ અન્ય બાઈક સાથે અથડાવવાથી અકસ્માતે ઇજાગ્રસ્ત થયો હતો. જેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne