મોટાભાગના માર્ગો ઉપર ટ્રાફિકજામ સર્જાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા મોરબી : મોરબીમાં આજે સવારથી જ કયારેક ધોધમાર તો ક્યારેક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે ઠેર-ઠેર ટ્રાફિકજામ સર્જાયો હતો. જેમાં મોટાભાગના માર્ગો ઉપર ટ્રાફિકજામ સર્જાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. જ્યારે વરસાદમાં ઘણા વાહનો બંધ પડી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મોરબીમાં વર્ષોથી ટ્રાફિકની સમસ્યાનો વિકટ અને ગંભીર પ્રશ્ન છે. તેમાંય આજે વરસાદને પગલે ટ્રાફિકજામની અંધાધૂંધી થઈ પડી હતી. વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયા હતા. આથી વાહનોને નીકળવામાં મુશ્કેલી પડી હતી. જેને લઈને ઠેર-ઠેર ટ્રાફિકજામ થયો હતો. આજે ચાલુ વરસાદે મોટાભાગના માર્ગો પર ટ્રાફિકની સમસ્યા ઉદભવી હતી. જેમાં ગાંધીચોકથી ઉમિયા સર્કલ સુધી શનાળા રોડ તેમજ રવાપર રોડ પર ગાંધીચોકથી એવન્યુ પાર્ક સુધી તેમજ બન્ને પુલ ઉપર વાહનનોની કતારો લાગી હતી. આ ટ્રાફિકજામ થવાથી વાહન ચાલકો અટવાયા હતા. તેમજ વરસાદમાં પાણીને લીધે ઘણા વાહનો બંધ પડી જતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..