તસ્કરોએ અગાઉ બે વખત ચોરી કરી પણ પોલીસ પકડથી દૂર રહેતા ગત રાત્રીના ત્રીજી વખત ચોરી કરવાની હિંમ્મત કરી મોરબી : મોરબીના જેતપર પાસે આવેલ જસમતગઢ પ્રાથમિક શાળામાં તસ્કરોએ ત્રીજી વખત ચોરીને અંજામ આપીને જાણે પોલીસને પડકાર ફેંક્યો હોય તેવો ઘાટ સર્જાયો છે. અગાઉ બે વખત ચોરી કરી હોય પણ તસ્કરો પોલીસ પકડથી દૂર રહ્યા હોય હવે ત્રીજી વખત ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે. જેતપર પાસે આવેલ જસમતગઢ પ્રા.શાળામાં રાત્રીના સમયે સતત ત્રીજી વખત શાળાના મુખ્ય દરવાજા, રૂમ અને ઓફીસના તાળા તોડી કબાટના તાળા તોડી તસ્કરોએ સાહિત્ય તોડી ફાડી નાખેલ છે અને ચોરીને અંજામ આપેલ છે. આ અગાઉ એક વર્ષ પહેલાં પણ આજ રીતે તાળા તોડી શાળાના સાહિત્ય,કમ્પ્યુટર વગેરેની ચોરી કરેલ હતી. માઈક સિસ્ટમ તથા સ્પીકરની ચોરી કરેલ હતી અને ખુબજ નુકશાન કરવામાં આવેલ હતું. એ વખતે એફ.આર.આઈ. લખાવી પોલીસ ફરિયાદ કરેલ હતી. ત્યારબાદ છ મહિના પહેલા પણ આજ રીતે બધા તાળા તોડી ચોરી અંજામ આપેલ હતી. ત્યારે પણ પોલીસ ખાતામાં જાણ કરેલ હતી અને ગત રાત્રીએ ફરી પાછા ચોરો ત્રાટકયા અને અનેક પ્રકારની નુકસાન પહોચાડ્યું છે સાથે ચોરી કરેલ છે.એમ જસમતગઢ પ્રાથમિક શાળાના આચાર્ય ભગવાનજીભાઈ રંગપડીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.