અજાણ્યા શખ્સોએ ડુપ્લીકેટ ચાવીની મદદથી ઓફિસનું તાળું ખોલીને હાથફેરો કર્યો મોરબી : મોરબી નજીક શક્તિ ચેમ્બરની પાછળ આવેલી ઓફિસમાંથી અજાણ્યા શખ્સો રૂ.75800ના મુદામાલની ચોરી કરી ગયાની બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.આ બનાવની બી ડોવીજન પોલીસે ફરિયાદ નોંધીને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ ચોરીના બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના રવાપર રોડ ઉપર આવેલ અંજની પાર્ક સોસાયટીમાં રહેતા અને મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર શક્તિ ચેમ્બરની પાછળના ચેમ્બરના પ્રથમ માળે દુકાન નંબર 7 માં ઓફીસ ધરાવતા મિલનભાઈ રમણિકલાલ ગઢિયા ઉ.વ.27 એ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.19ના રોજ અજાણ્યા શખ્સો તેમની ઓફિસમાં ત્રાટકયા હતા અને આ અજાણ્યા શખ્સોએ તેમની ઓફિસના તાળાની ડુપ્લીકેટ ચાવીની મદદથી ઓફિસનું તાળું ખોલી અંદર પ્રવેશી ઓફિસમાં રહેલા રૂ.75800ના મુદામાલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.બી ડિવિઝન પોલીસે આ ચોરીના બનાવની ફરિયાદ નોંધી આરોપીઓને પકડી લેવા તપાસ હાથ ધરી છે.