લાકડીયા - અમદાવાદ હેવી વીજ લાઇન પ્રોજેકટમાં ત્રણ મહિના પૂર્વે ચોરીની ઘટનામાં ફરિયાદમોરબી : લાકડીયા - અમદાવાદ 765 કેવી હેવી વીજલાઈન પ્રોજેકટમા ત્રણ મહિના પહેલા માળીયા મિયાણા તાલુકાના અંજીયાસર ગામની સીમમાંથી કંપનીના 4500 મીટર એલ્યુમિનુયમ વાયરની ચોરી થવાની સાથે હેવી વીજલાઈન પ્રોજેકટના અન્ય સરંજામને કોઈ અજાણ્યા ઈસમો કુલ 50 લાખનું નુકશાન કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ અમદાવાદ લાકડીયા 765 કેવી પાવર ગ્રીડ કંપનીના પ્રોજેકટમાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલમાં મોરબી રહેતા આશુતોષ દીનેશકુમાર ભારતીયએ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, ગત તા.19થી તા.20 નવેમ્બરે કોઈ અજાણ્યા ઈસમો અંજીયાસર ગામની સીમમાં આવેલ ગાંડવી કેમિકલ કારખાનાની બાજુમાંથી 4500 મીટર એલ્યુમિનિયમ વાયર કિંમત રૂપિયા 13.50 લાખની ચોરી કરી જવાની સાથે 6500 મીટર વાયર, ઇન્સ્યુલેટર, સ્પેસર અને મેડીસીયન્સ જોઈન્ટ તેમજ અન્ય સામગ્રીમાં નુકશાન કરી કુલ રૂ.50 લાખનું નુકશાન પહોચાડ્યું હતું. હેવી વીજલાઈન પ્રોજેકટમાં વાયર ચોરી અને નુકશાન મામલે ત્રણ મહિના બાદ ફરિયાદ નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે.