સાયકલ પર આવેલો શખ્સ મકાનની બહાર સુકાતા કપડાં ઉઠાવી ગયો: બપોરે 3 વાગ્યા આસપાસની ઘટના કેમેરામાં કેદમોરબી : મોરબી શહેરમાં ચોરીના બનાવો સામે આવતા રહે છે, ત્યારે હવે તસ્કરો સામાન્ય ચીજવસ્તુઓને પણ નિશાન બનાવી રહ્યા છે. મોરબીના રવાપર રોડ પર આવેલા સુભાષનગરમાં એક ચોર દ્વારા ઘરની બહાર સુકાતા કપડાંની ચોરી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.પ્રાપ્ત વિગતો અનુસાર, આજે બપોરે 3 વાગ્યાની આસપાસ સુભાષનગરની એક શેરીમાં આ ઘટના બની હતી. સામે આવેલા સીસીટીવી વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક શખ્સ સાયકલ લઈને શેરીમાં આવે છે. ત્યારબાદ તે એક મકાનની દિવાલ પાસે જાય છે જ્યાં અંદરની તરફ દોરી પર કપડાં સુકાઈ રહ્યા હોય છે. આ શખ્સ દિવાલ બહાર ઉભા રહીને તકનો લાભ ઉઠાવી ફટાફટ સુકાતા કપડાં ખેંચીને ચોરી લે છે.ધોળા દિવસે બપોરના સમયે થયેલી આ ચોરીની ઘટનાને પગલે સ્થાનિકોમાં આશ્ચર્ય ફેલાયું છે. માત્ર કિંમતી વસ્તુઓ જ નહીં પરંતુ હવે કપડાં જેવી વસ્તુઓ પણ ઘરની બહાર સુરક્ષિત ન હોવાની ચર્ચા જાગી છે. હાલ આ કપડાં ચોરતો સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.#Morbi #RavaparRoad #Subhashnagar #Theft #CCTVFootage #ViralVideo #MorbiUpdate #GujaratNews