માળીયા : માળીયાના વવાણીયા ગામે બંધ પવનચક્કીમાંથી કેબલ વાયરની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે વવાણીયા ગામે પવનચક્કીમાં નોકરી કરતા મેઘુભા ભાણજીભા પરમારે અજાણ્યા શખ્સો સામે માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૯ ઓગસ્ટના રોજ વવાણીયા ગામની સીમમા ઢુઇ વિસ્તારમા આવેલ સુજલોન કંપનીની બંધ પડેલ પવનચકકીમાં ચોરીના ઇરાદે અજાણ્યા શખ્સો ત્રાટકયા હતા. અને અજાણ્યા આરોપીઓએ ફરિયાદીની સુઝલોન કંપનીની પવનચકીની બારી તોડી પવનચકીના બે ખાનાના કોપરના કેબલ વાયર ૯૦૦ મીટર કિમત રૂપીયા આશરે ૩૬,૦૦૦ નો કાપી ચોરી કરી કોઇ વાહનમા લઇને ફરાર થઈ ગયા હતા. આ બનાવની ફરિયાદ નોંધાતા માળીયા પોલીસે રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate