મોરબી : મોરબીમાં ઘર પાસે પાર્ક કરેલી સ્કોર્પીયો કારની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શનાળા રોડ ઉપર આવેલ કાયાજી પ્લોટ શેરી નં. ૨માં રહેતા રાજેન્દ્રસિંહ અમતુભા જાડેજાએ ગઈકાલે તા. ૨ના રોજ ફરિયાદ નોંધાવી હતી કે સ્કોર્પીયો કાર નં.GJ.36.B.7530 (કિંમત રૂપિયા ૭,૦૦,૦૦૦)ને ઘર પાસે ખુલ્લા પ્લોટમાં પાર્ક કરી હતી. ત્યારે રાત્રી દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ આ સ્કોર્પીયો કારની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. આ બનાવની તેઓએ ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ બનાવની આગળની તપાસ એ ડિવિઝન પીએસઆઇ વી. જી. જેઠવા ચલાવી રહ્યા છે.