દાદા અને પિતા પણ રાઇફલ શૂટિંગમાં ખ્યાતિ પ્રાપ્ત હતા : હવે ત્રીજી પેઢી પણ રાઇફલ શૂટિંગમાં મોરબીનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કરી રહી છે મોરબી : તાજેતરમાં યોજયેલી 19મી ઓલ ઇન્ડિયા જી.વી. માલવાનકર 25 મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ શૂટિંગ હરીફાઈમાં 278 સ્કોર કરી સમગ્ર ભારતમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી મોરબીના દીપ ભુપેન્દ્રભાઈ પટેલે મોરબી સહિત ગુજરાતનું પણ ગૌરવ વધાર્યું છે. તારીખ 13થી 29 સપ્ટેમ્બર સુધી અમદાવાદ મિલેટ્રી એન્ડ રાઇફલ ટ્રેનિંગ સેન્ટર ખાનપુર ખાતે યોજાયેલી સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી 5500 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં મોરબીના દીપ ભુપેન્દ્રભાઈ પટેલે સિલ્વર મેડલ પ્રાપ્ત કરી મોરબીને રાષ્ટ્રીય કક્ષાએ ચમકાવ્યું હતું. દીપ પાછલા 12 વર્ષથી રાઇફલ શૂટિંગમાં અનેક એવોર્ડ અને ચંદ્રકો મેળવી ચુક્યો છે. રાજ્યના 'ખ્યાતિ પ્રાપ્ત શૂટર' નો એવોર્ડ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપનીના હસ્તે 2016માં મેળવનાર દીપના પિતા ભુપેન્દ્રભાઈ પણ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય શૂટર તરીકે તેમજ જ્યૂરી તરીકે જાણીતા છે. ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લાના હરિપર કેરાળા ગામના બાલુભાઈ મોહનભાઇ અંદર પા (પટેલ) જે તે સમયે રાઇફલ શૂટિંગમાં આગવી નામના ધરાવતા હતા. એમના પુત્ર ભુપેન્દ્રભાઈએ પિતાની નામના આગળ વધારતા હવે બાલુભાઈના પ્રપૌત્ર દીપે પણ 3 પેઢીનો એ વારસો અને નામના જાળવી રાખી છે. આમ મોરના ઈંડાને ચીતરવા ન પડે એ કહેવત અહીં ફરી એક વખત સાર્થક સાબિત થઈ છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274