મોરબી : મોરબી નજીક કંડલા બાયપાસ પાસેથી એક મોટર સાયકલની ચોરી થયાની એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના કાલિકા પ્લોટ શેરી નંબર 4 માં રહેતા સઈદભાઈ અકબરભાઈ કાદરીએ ગત તા.5 ના રોજ મોરબી કંડલા બાયપાસ સંકલ્પ ગરબી પાર્ટી પ્લોટની બહાર રોડ ઉપર પોતાનું રૂ.40 હજારની કિંમતનું જી.જે.એન. 0099 નંબરનું મોટર સાયકલ પાર્ક કર્યું હતું. જ્યાંથી આ બાઇકની અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતા.આ બનાવની તેમણે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274