ખેડૂતોએ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સોને ઝડપી લેવા તપાસ હાથ ધરી ટંકારા : ટંકારાના ડેમી-૨ ડેમના કાંઠે ખેડૂતોના ૧૦૫૧ મીટર કેબલ વાયરની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં આ બનાવ અંગે ખેડૂતોએ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી અમરશીભાઈ કરશનભાઈ કોરીંગા (ઉ.વ.૫૫ ધંધો.ખેતી રહે. લગધીગઢ તા ટંકારા) એ અજાણ્યા ઇસમ સામે કેબલ વાયર ચોરીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.૧૧ ના રોજ રાત્રીના સમયે ટંકારાના લગધીરગઢ ગામે આવેલ ડેમી-૨ ડેમના કાંઠે તસ્કરો ત્રાટકયા હતા અને અજાણ્યા આરોપીઓએ ફરિયાદીની તથા સાહેદોના મોટર સાથે ફીટ કરેલા કેબલ વાયર આશરે ૧૦૫૧ મીટર જેની કિ રૂ આશરે ૨૧૦૦૦ નો કાપી ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે ગઈકાલે ખેડૂતોએ ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસ મથકના પી.એસ.આઇ. એ.વી.ગોંડલીયા આ બનાવની સઘન તપાસ ચાલવી રહ્યા છે. ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..