તસ્કરો 400 ગ્રામ વજનના ચાંદીના 13 છતર ચોરી ગયામોરબી : માળીયા મિયાણા તાલુકાના નાના દહીંસરા ગામે આવેલ મહાકાળી માતાજીના મંદિરમાં બે દિવસ પૂર્વ અજાણ્યા તસ્કરો મંદિરમાં પ્રવેશી ચાંદીના નાના મોટા 13 છતર ચોરી કરી લઈ જતા 40 હજારની મતાની ચોરી અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ માળીયા તાલુકાના નાના દહીંસરા ગામે રહેતા ગજેન્દ્રભાઈ પ્રવીણભાઈ ભાડજાએ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.28ના રોજ અજાણ્યા તસ્કરોએ તેમના કુળદેવી મહાકાળી માતાજીના મંદિરમાં પ્રવેશી મંદિરમાં માતાજીને ચડાવવામાં આવેલ 400 ગ્રામ ચાંદીના અલગ અલગ 13 છતર કિંમત રૂપિયા 40 હજારની ચોરી કરી લઈ ગયા હતા.બનાવ અંગે પોલીસે ગુંન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.