ટંકારા : ટંકારા તાલુકાના નેકનામ ગામે હરણિયા કુટુંબના કુળદેવી બ્રહ્માણી માતાજીના મંદિરે તસ્કરો ત્રાટક્યા હતા અને દાનપેટી તોડી રોડક રકમ ચોરી છનનન થઈ જતાં સુરક્ષા વ્યવસ્થા માટે અનેક સવાલો ઉભા થયા છે.ટંકારા તાલુકાના સૌથી મોટા ગણાતા નેકનામ ગામે આઉટ પોસ્ટ પોલીસ ચોકી હોવા છતાં અહિ સ્ટાફની અવર - જવર નહિવત હોવાથી સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઉઠ્યા છે. વધુમાં નેકનામ વિસ્તારમાં અનેક ઔદ્યોગિક એકમો હોય નેકનામ ઓપી વિસ્તારમાં નાગરીકો માતબર રકમ સરકારમાં ટેક્સ રૂપે જમા કરાવવા છતાં સુરક્ષા નામે મીંડું હોવાથી રહીશોમાં ભારે રોષ ફેલાયો છે.થોડા મહિનાઓ પહેલાં ગામ લોકોએ તસ્કરના તરખાટ અંગે જીલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી હતી ત્યારે માત્ર જમાદાર બદલી દેવાયા હતા પરંતુ નેકનામની પરેશાની બાબતે કોઈ નકર સમાધાન થયું ન હતું તેવા સમયે જ હવે મંદિરમાં ચોરીનો બનાવ સામે આવતા ગ્રામજનોમાં રોષની લાગણી પ્રસરી છે.