હનુમાનજીના પગમાં ફિટ કરેલા ચાંદીના પાદુકા કાઢવાની કોશિશ કરી પણ નીકળ્યા નહિ : તાલુકા પોલીસ અને એલસીબી દ્વારા તપાસનો ધમધમાટમોરબી : મોરબીના રફાળેશ્વર મંદિરે ગત રાત્રીના ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં 3 શખ્સોએ માતાજીનો મૂંગટ તેમજ દાનપેટીની રકમ સહિતની વસ્તુઓ ચોરી લેતા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. મંદિરનો વહીવટ સંભાળતા મહેન્દ્રભાઈ પોપટના જણાવ્યા અનુસાર રફાળેશ્વર મંદિરમાં ગત રાત્રીના ત્રણ તાળા તોડી ચોર ત્રાટક્યા હતા. તેઓએ માતાજીનો ચાંદીનો મુંગટ ચોરી લીધો હતો. હનુમાનજી પગમાં ચાંદીના પાદુકા છે તે કાઢવાની કોશિશ કરી હતી પણ નીકળ્યા ન હતા. દાન પેટી તોડી તેમાંથી રોકડ રકમ પણ ચોરી લીધી હતી. ઓફિસના તાળા તોડી ત્યાંથી નાની-મોટી વસ્તુઓની ચોરી કરી હતી. સીસીટીવીના ત્રણ યુવાનો ચોરી કરતા દેખાય છે. આ મામલે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અહીં આવી તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત એલસીબી ટિમ પણ અહીં તપાસ અર્થે આવી હતી. મોરબી તાલુકા પીઆઇ એસ.કે. ચારેલે બનાવ અંગે જણાવ્યું કે આ મામલે હાલ તપાસ ચાલુ છે.