સમગ્ર ઘટના સિસિટીવીમાં કેદ : અગાઉ 2 વર્ષ પહેલાં પણ આ જ મંદિરમાં થઈ હતી ચોરીhttps://youtube.com/shorts/mXLbmauFZRs?si=7DPRPFWMzSSQDhE4મોરબી : મોરબીના મહેન્દ્રપરા-2 વિસ્તારમાં એક મંદિરમાં તસ્કરે હાથફેરો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે મંદિરમાં કોઈ કિંમતી વસ્તુ ન હોય તસ્કર ધુપેલીયું અને દિવા સહિતની વસ્તુ ઉઠાવી ગયો હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર મહેન્દ્રપરા-2માં મહાકાળી માનું મંદિર આવેલું છે. આ મંદિરમાં ગઈકાલે વહેલી સવારે 7 વાગ્યા આસપાસ એક શખ્સ દર્શન કરવા આવ્યો હતો. તે સાથે એક થેલી પણ લઈને આવે છે. આ શખ્સે મંદિરમાંથી પીતળનું ધુપેલિયુ અને દીવો ચોરીને થેલીમાં નાખી દીધા હતા. બાદમાં આ શખ્સ ત્યાંથી ચાલ્યો જાય છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સિસિટીવી કેમેરામાં કેદ પણ થઈ છે. ઉલ્લેખનીય છે કે આ જ મંદિરમાં અગાઉ બે વર્ષ પૂર્વે પણ ચોરી થઈ હતી. તે સમયે ચોર સોનાના ઘરેણાં લઈ ગયો હતો. જો કે પોલીસે ચોરને પકડી આ ઘરેણાં પણ રિકવર કરી લીધા હતા.