મોરબી : મોરબી તાલુકાના જુના સાદુળકા ગામે આવેલ શક્તિ માતાજીના મંદિરમાં એક મહિના પૂર્વે અજાણ્યા તસ્કરોએ રાત્રીના સમયે મંદિરના નકુચા તોડી માતાજીના છતર તેમજ દાનપેટીમાં રહેલી રોકડ રકમની ચોરી કરી જતા બનાવ અંગે ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના જુના સાદુળકા ગામમાં આવેલ શક્તિ માતાજીના મંદિરમાં ગત તા.4 ફેબ્રુઆરીના રાત્રીના સમયે અજાણ્યા તસ્કરે નકુચા તોડી મંદિરમાં પ્રવેશી 750 ગ્રામ વજનનું ચાંદીનું છતર કિંમત રૂપિયા 48000 તેમજ દાનપેટીમાં રહેલી રૂપિયા 2 હજારની રોકડ રકમની ચોરી કરી જતા બનાવ અંગે ગામના અગ્રણી કનુભા રઘુભા ઝાલા ઉ.70 નામના રહેવાસીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.