મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ નજીક આવેલ સોસાયટીમાં તસ્કરોએ રહેણાંક મકાનને નિશાન બનાવી રૂ.20 હજારની રોકડ સહિત રૂ. 21,500ની માલમતાની ચોરી કરતા ફરિયાદ નોંધાઈ છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડી રોડ, કબીરઆશ્રમ નજીક ઓમશાંતી પાર્ક સોસાયટીમાં રહેણાંક મકાન ધરાવતા ખાખરાળા ગામના જીતેન્દ્રભાઇ આયદાનભાઇ ગજીયાના મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને ઘરમાંથી રોકડા રૂપિયા 20 હજાર તેમજ ચાંદીની કડલી કિંમત રૂ.1500 મળી કુલ રૂ.21,500ની માલમતાની ચોરી કરી ગયા હતા. બનાવ અંગે જીતેન્દ્રભાઇ આયદાનભાઇ ગજીયાની ફરિયાદના આધારે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ આઈપીસી કલમ ૩૮૦ અને ૪૫૭ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..