મોરબી: આજરોજ સ્વામી વિવેકાનંદ જયંતિ એટલે કે યુવા દિવસ હોય યુવા દિવસ નિમિત્તે મોરબીના યુવા આર્મી ગ્રુપ દ્વારા આજરોજ સ્વામી વિવેકાનંદજીના સ્ટેચ્યુને ફૂલહાર ચડાવીને યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ 12 જાન્યુઆરીના દિવસે સ્વામી વિવેકાનંદ જયંતિ અને યુવા દિવસ નિમિત્તે સેવાભાવી યુવાનોનું ગ્રુપ એટલે કે યુવા આર્મી ગ્રુપ મોરબીના યુવાનો દ્વારા મોરબીમાં દરબારગઢ પાસે આવેલા સ્વામી વિવેકાનંદજીના સ્ટેચ્યુને સ્વચ્છ કરવામાં આવ્યું હતું અને ફૂલહાર ચડાવીને યુવા દિવસ ઉજવાયો હતો.