હળવદના ગોપાલેશ્વર મહાદેવ અને વૈજનાથ મહાદેવને જળાઅભિષેક કરાયોસાયકલ ઉપર હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડી હવે સોમનાથ પહોંચશેહળવદ : હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે.ત્યારે કાવડ યાત્રાનું પણ વિશેષ મહત્વ રહેલું છે.હળવદના ત્રણ યુવાનો ગત તારીખ 28ના રોજ હરિદ્વાર થી સાયકલ ઉપર કાવડ યાત્રા શરૂ કરી હતી અને સોમનાથ દાદાને જળાભિષેક કરવા માટે નીકળ્યા હતા. આ ત્રણેય યુવાનો રવિવારે માદરે વતન હળવદ પહોંચતા તેઓનું સન્માનની સાથે સાથે કાવડ યાત્રા મંગલમય સંપન્ન થાય તેવી શુભેચ્છાઓ અપાઈ હતી.હળવદ તાલુકાના રાણેકપર ગામના ગોવિંદભાઈ ભરવાડ,પાંચાભાઇ ઠાકોર અને હળવદ શહેરમાં રહેતા મુકેશભાઈ ભરવાડ ગત તારીખ 28-7 ના રોજ હરિદ્વાર થી સોમનાથ સુધી સાયકલ પર કાવડયાત્રા શરૂ કરી હતી.આ ત્રણેય યુવાનો સોમવારે માદરે વતન હળવદ પહોંચતા ગોપાલ ધામ ખાતે સન્માન કરાયું હતું સાથે જ ગોપાલેશ્વર મહાદેવ મંદિરે તેમજ આજે વૈજનાથ મહાદેવ મંદિરે જળાઅભિષેક કરી સોમનાથ જવા રવાના થયા હતા.