મોરબી : શનાળા ગામે રહેતો એક યુવક એક સપ્તાહથી રહસ્યમય સંજોગોમાં લાપતા થઈ જતા પોલીસ અને પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરાઈ છે. નોકરીએથી પાછા ફરતા સમયે યુવકે છેલ્લે એના પિતા સાથે મોબાઈલમાં વાત કરી હતી અને હમણાં ઘેર પહોંચું છું કહીને પછી યુવાનનો મોબાઈલ સ્વીચ ઓફ થઈ ગયો હતો. ત્યારથી યુવાન લાપતા છે. મોરબી નજીક શનાળા ગામે રહેતા રમેશભાઈ ઝાલરીયાનો 22 વર્ષીય પુત્ર નીરવ મોરબી- માળીયા હાઇવે સ્થિત લિયોલી સીરામીકમાં નોકરી કરે છે. જ્યાંથી ગત તારીખ 26 જુનના રોજ ફરજ પુરી કર્યા બાદ ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે એના પિતા રમેશભાઈ સાથે મોબાઈલમાં છેલ્લી વખત વાત થઈ હતી. આ વાતચિત દરમ્યાન હમણાં ઘેર પહોંચુ છું એમ જણાવ્યા બાદ યુવકનો ફોન સ્વીચઓફ થઈ ગયો હતો. ત્યારથી યુવકનો કોઈ અતો પતો મળતો નથી. આ બનાવ અંગે નિરવના પિતા રમેશભાઈએ પોલીસને જાણ કરી હતી. સગા સ્નેહીઓ તેમજ નિરવના મિત્ર વર્તુળમાં શોધખોળ આદરતા નિરવનો ક્યાંય પતો મળતો ન હોવાથી પરિવાર ચિંતામાં મુકાયો છે. તાલુકા પોલીસ દ્વારા હાલ આ બનાવની તપાસ શરૂ કરવામાં આવી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne