મોરબી : મોરબી તાલુકાના શકત શનાળા ગામના યુવકે BDSની ડીગ્રી પ્રાપ્ત કરતા મોરબી ક્ષત્રિય સમાજ અને મોરબી નગરપાલિકા પરિવારનું ગૌરવ વધાર્યું છે. મન હોય તો માળવે જવાય આ યુક્તિને યથાર્થ કરતા શકત શનાળા જેવા ગ્રામ્ય વિસ્તારના એક મધ્યમ વર્ગીય પરિવારના લાખુભા હેમુભા ઝાલા (નગરપાલિકા મોરબી)ના પુત્ર લકકીરાજસિહ લાખુભા ઝાલા બાલ્યાવસ્થાથી જ શિક્ષણમાં સખ્ત પરિશ્રમ કરીને, રમતગમત અને મિત્રવર્તુળને તિલાંજલિ આપી અભ્યાસમાં મન લગાવીને આજે BDSની ડીગ્રી પ્રાપ્ત કરી ચૂક્યા છે. ડો. લકકીરાજસિહ ક્ષત્રિય સમાજ અને મોરબીના નગરજનો માટે સેવા પ્રદાન કરવા જઈ રહ્યા છે. ડો લકકીરાજસિહને સમાજ અને મિત્ર વર્તુળ દ્વારા શુભકામના મળી રહી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..