મોરબી : આમ આદમી પાર્ટીની પરીવર્તન યાત્રા મોરબીમાં આવી હતી.જેમાં નાની વાવડી ગામના યુવાનો જોડાયા હતા. ગુજરાતની ૧૮૨ વિધાનસભા સીટો પર આમ આદમી પાર્ટીની પરીવર્તન યાત્રા ફરી રહી છે.ત્યારે આ યાત્રા મોરબી ખાતે તા.૨૬ અને ૨૭ ના રોજ આવી હતી. જેમાં મોરબી શહેરમાં કાર અને બાઈકો સાથે મોટી રેલી કાઢવામાં આવી હતી.ત્યારબાદ નાની વાવડી ગામે રાત્રિના જન સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.જે સમયે વાવડી ગામના યુવાનો પરીવર્તન માટે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.આ જન સંવાદને કૈલાશદાન ગઢવી અને રાજુભાઇ કરપડા દ્વારા સંબોધિત કરવામાં આવ્યો હતો.