મોરબી : મોરબીના યુવાનને પૈસા ભરેલું પાકીટ સુપર માર્કેટ પાસેથી મળ્યું હતું જે મૂળ માલિકને શોધીને પરત કરી પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું મોરબીમાં રહેતા અને એ.સી. રિપેરીંગનું કાર્ય કરતા ભગવાનજીભાઈ કંજારીયાને આજે સુપર માર્કેટ પાસે હતા ત્યારે એક પાકીટ મળેલ હતું જેમાં અંદાજે હજારો રૂપિયા અને અગત્યના ડોક્યુમેન્ટ હતા . પરંતુ જરા પણ લાલચમાં આવ્યા વગર તેમને મૂળ મલિક અમૃતલાલ શિવાભાઈ બાવરવાને મોરબી અપડેટના માધ્યમથી શોધી ને રૂપિયા ભરેલુ પાકીટ પરત કરી પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.