મોરબી : મોરબી ભાજપના યુવા અગ્રણી અજય લોરિયા સહિતના યુવાનો દ્વારા શહીદના પરિવારને આર્થિક સહાય માટે રૂ. 1.75 લાખ અર્પણ કરવામાં આવ્યા છે. મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન સેવાભાવી અજય લોરીયા તેમજ તેમના સાથી રાષ્ટ્રભક્તોએ જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા દહેગામના કંથારપુરા ગામના જયદીપસિંહ સોલંકીના પરિવારને મળીને તેમની ત્રણ દીકરીઓને ફંડ એકત્ર કરી રૂ. 1,75,000 (એક લાખ પંચોતેર હજાર) આપીને માં ભારતીનું ઋણ ચૂકવી ધન્યતા અનુભવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..